________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૦
જ હતું. ત્યાં એક બાજુથી રાજા શ્રેણિકની સવારી પણ નીકળી, પ્રભુ મહાવીરને વાંદવા. કાળનું કરવું તે દેડકાનો દેહ શ્રેણિકના ઘોડાના પગ નીચે આવી કચડાઈ ગયો. આવી ભયંકર વેદનાના સમયે પણ મરતા દેડકાએ ભગવાન મહાવીરને ભાવવંદના કરી અને તે અવસાન પામ્યો. .
મરીને આ દેડકાનો જીવ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. અહીં જન્મતા બધા જ દેવો તરુણ અવસ્થામાં હોય છે, બાળક નથી હોતા. ત્યાં જન્મ લેતાં કેટલાંક દેવદેવીઓ તેની તરફ ફૂલો વરસાવતાં પૂછવા લાગ્યાં, “હે મહાનુભાવ, તમોએ એવાં કયાં પુણ્યો કર્યાં હતાં કે દેવતાનો ભવ પામ્યા?
દેવકુમારે જ્ઞાનથી બન્ને પૂર્વભવો જોયા. નંદ મણિકારના ભવમાં યશ, નામની તીવ્ર આસક્તિના કારણે મરી દેડકાના ભાવમાં ગયો. ત્યાં તપત્યાગના કારણે અને મરતી વખતે ભગવાનનું સ્મરણ કરેલું તેથી આ દેવગતિ મળી છે. આ બધું તેણે દેવદેવીઓને જણાવ્યું.
દેવકુમાર સિંહાસનથી નીચે ઊતર્યો. ભગવાન મહાવીરને ભાવભરી વંદના કરી તે મનોમન બોલ્યો, “ધન્ય પ્રભુ! તમારા શરણે આવ્યાથી મારો ઉદ્ધાર થયો.”
એક વાર ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ઉદ્યાનમાં બિરાજ્યા હતા. ત્યાં દિવ્ય પ્રકાશ સાથે એક દેવતા બીજાં કેટલાંક દેવદેવીઓ સાથે ઊતર્યો અને ભગવાનને વંદના કરી કહ્યું : “ભગવાન! હું આપની ધર્મસભામાં દિવ્ય નૃત્યસંગીતથી ભક્તિભાવના કરવા ઇચ્છું છું.” ભગવાન તરફથી કોઈ જવાબ ન મળતાં મૌનને જ સ્વીકૃતિ સમજી તેણે નવા નવા ક્રિયા દેહો બનાવી જમણા હાથ બાજુ અનેક દેવતાઓ તથા ડાબા હાથ બાજુ અનેક દેવીઓ પ્રગટ કરી, નૃત્યસંગીત શરૂ કર્યું. અનેક પ્રકારનાં વાજિંત્રો દેવો વગાડી રહ્યા હતા. ઘણા વખત સુધી દૈવી નૃત્યસંગીત ચાલ્યું. હાજર હતા તે બધા “વાહ ભાઈ વાહ! પોકારી ઊઠ્યા : “આવું નૃત્યસંગીત તો કદી જોયું નથી.”
નૃત્યની માયા સમેટી લેતા મુખ્ય દેવતાએ પ્રભુને હાથ જોડી કહ્યું, પ્રભુ! મારી ભક્તિ સ્વીકારી આપે મારા ઉપર અપાર કૃપા કરી છે, હું ધન્ય બની ગયો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org