________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૩૨
તો મને તમારા આ પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય.”
આ ચર્ચા બાદ થોડા દિવસે રાજાને પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય તેવો પ્રસંગ બન્યો.
તે દિવસ પાખીનો હતો. જૈન મંત્રીએ તે રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના પચ્ચખાણ કરેલા. એ જ રાત્રે અચાનક મંત્રીનું રાજાને જરૂરી કામ પડ્યું. રાજાએ મંત્રીને બોલાવવા માટે સેવકને મોકલ્યો. જૈન મંત્રીએ પ્રતિહારી સાથે રાજાને કહેવડાવ્યું કે આજે રાત્રે ઘરની બહાર નહીં નીકળવાનો મેં નિયમ લીધો છે; તેથી તમારી આજ્ઞાનું પાલન નથી કરી શકતો, તો મને આ માટે ક્ષમા કરશો.
જૈન મંત્રીનો આ જવાબ સાંભળી રાજાનું અભિમાન ધૂંધવાઈ ઊઠ્યું. સેવકને પાછો મોકલી મંત્રીને મુદ્રા ને મહોર પાછાં આપવા જણાવ્યું. મંત્રીએ જરીકે ક્ષોભ પામ્યા વિના પોતાની મુદ્રા અને મહોર પાછાં આપી દીધાં. પ્રતિહારીને મંત્રીની મુદ્રા જોઈ કુતૂહલ થયું. એણે એ મુદ્રા પહેરી લીધી અને બીજા સેવકોને કહેવા લાગ્યો : “અરે સેવકો! જુઓ, રાજાએ મને મંત્રીપદ આપ્યું.” એની આંગળીએ મંત્રીની મુદ્રા જોઈ સેવકોએ તેને મંત્રી સમજી તેનું “ઘણી ખમ્મા! મંત્રીરાજ! ઘણી ખમ્મા’ કહીને સ્વાગત કર્યું.
આ સમયે આ સેવકને દુર્ભાગ્ય કર્મવશાત્ ભોગવવાનું આવ્યું. તે થોડો આગળ ગયો અને કેટલાક અજાણ્યા સુભટોએ તેને ઘેરી લીધો અને તેની હત્યા કરી નાખી.
રાજાને આ સમાચાર મળ્યા ત્યારે તેને પ્રથમ તો વિચાર આવ્યો કે જરૂર જૈન મંત્રીનું જ આ કામ લાગે છે. હવે તો મારે જ ખુદ જઈને તેનો હિસાબ પતાવવો પડશે! અને રાજા મંત્રીના ઘર તરફ આવવા નીકળ્યો.
આ દરમિયાન વફાદાર સુભટોએ સેવકના હત્યારાઓને પકડીને બાંધી દિીધા હતા. આ બાંધેલા સુભટોને જોઈને રાજાએ પૂછ્યું, “તમે કોણ છો? અને તમને કેમ બાંધવામાં આવ્યા છે?”
પકડાયેલા દુષ્ટ સુભટોએ એકીસાથે કહ્યું - “મહારાજ! અમને પેટભરાઓને શું પૂછો છો? તમારા દુશ્મન રાજા સૂરે મંત્રીની હત્યા કરવા અમને રોક્યા હતા. આ પ્રતિહારીએ મંત્રીની મુદ્રા પહેરી હતી તે જોઈ તેને મંત્રી માનીને અમે તેની હત્યા કરી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org