________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૩
રાજાની શંકાનું આથી નિવારણ થઈ ગયું. મંત્રીના ઘરે પહોંચીને તેણે ભળતી જ વાત કરી. સેવકની થયેલી હત્યાની વાત પણ કરી. રાજાએ કહ્યું - “મંત્રીરાજ! આજે મેં પુણ્યનું પ્રત્યક્ષ ફળ જોયું. તમારું પુણ્ય તપતું હશે, તેથી તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ ઘરની બહાર ન નીકળ્યા અને આ પ્રતિહારીના પાપોદયે તેનો અણધાર્યો વધ થઈ ગયો.”
આ ઘટના બાદ રાજા શ્રદ્ધાવાન બન્યો. કાળક્રમે રાજા અને મંત્રી બંને પુણ્યનું ઉપાર્જન કરી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા. '
* સુમિત્ર મંત્રીએ એક રાત માટે દિશાસંક્ષેપ કર્યો (દિક્ પરિમાણ વ્રત) તે પ્રમાણે શ્રાવકોએ દિવસ અથવા રાત માટે દિશાસંક્ષેપ કરવો. તેમ કરવાથી અણધાર્યો લાભ મળી જાય છે.
આ દુનિયાની રંગભૂમિ આ દુનિયાની રંગભૂમિ પર, કોઈ બને મોર તો કોઈ બને ઢેલ, આવ્યા છે સહુએ કરવાને ખેલ... આવ્યા છે.૧ કોઈ થાય રાજા તો કોઈ થાય ભિખારી, કોઈ ખાય ખાજા તો કોઈનું પેટ ખાલી, કોઈને મહેલ તો કોઈને જેલ... આવ્યા છે..૨ કોઈ થાય સાધુ તો કોઈ રંગરાગી, માયાને મોહમાંઈ કોઈ રંગરાગી કે ભોગી, કોઈને જડેના, જીવન મરણનો સાચો ઉકેલ
આવ્યા છે..૩ કોઈ જાય આજે તો કોઈ જશે કાલે, કોઈને તિલક તો કોઈને કલંક ભાલે, કોઈનો અંત સુખમાં તો કોઈનો અંત દુઃખમાં પૂરો થઈ જશે આ ખેલ.
આવ્યા છે..૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org