________________
જેન શાસનના ચમકતા સિતારા • ૧૨
જેમ બને તેમ જલ્દી શોધ કરાવો.” આથી કેટલાક માણસો તમારી શોધ માટે નીકળ્યા છે. બન્ને શેઠે બને એટલા માણસો તમારી બન્નેની શોધ માટે ચારેકોર મોકલ્યા છે. બન્ને શ્રેષ્ઠીઓએ સ્વહસ્તાક્ષરમાં જ બે પત્રો લખ્યા છે તે વાંચો.” કુલ્માકહસ્તિએ બે પત્રો પાદેવને આપ્યા. બન્ને પત્રોમાં નર્યો પ્રેમ નીતરતો હતો. ટૂંકમાં “તમો બન્ને જલદી ઘેર આવો' એવો ભાવ હતો.
જે બ્રાહ્મણના ઘરે આ પ્રેમી પંખીડાં મહેમાન હતાં તે બ્રાહ્મણ ઘરઘથ્થુ દવાઓ પણ જાણતો હતો. તેણે પધદેવના હાથ જે દોરડાના બંધનના કારણે સૂજી ગયા હતા તેની શુશ્રુષા પણ કરી.
પ્રણાશક નગરમાં એક દિવસ રહી વાસાલિકા નામના નગરમાં તેઓ આવ્યાં. નગરના પાદરમાં જ પ્રભુ શ્રીમહાવીરનું એક મંદિર હતું. ત્યાં બન્નેએ ભાવવિભોર બની ભગવાનનું સ્તવન કર્યું. બાજુમાં એક વિશાળ અને ઊંચો વડલો હતો. અહીં પ્રભુએ આ વડલા નીચે ધ્યાનસ્થ અવસ્થામાં થોડો વખત વિતાવ્યો હતો. બન્નેએ વડલાને નમસ્કાર કર્યા, તેની ફરતે પ્રદક્ષિણા કરી. પછી આગળ વધ્યા. છેવટે તેઓ પહોંચ્યાં પોતાના નગરે. દૂરથી તરંગવતીની સખી સારસિકા દેખાઈ. બહુ જ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત થયું. ઘરના આંગણામાં ઠીકઠીક માણસો ભેગા થયા હતા. તેમને ઉદેશીને પદ્મદેવે બધી વિગતે વાત કહી.
થોડા જ દિવસોમાં બન્નેનાં વિધિસર લગ્ન ધામધૂમથી થયાં. સંસારનું ચક્ર ચાલ્યા જ કરે છે. જિનદર્શન, પૂજન, કીર્તન, જિનવાણીનું શ્રવણ, આત્મધ્યાન અને આત્મતત્ત્વની શ્રદ્ધામાં ઘણો કાળ વહી ગયો.
એક દિવસ પધદેવ અને તરંગવતી નગર બહારના ઉદ્યાનમાં ગયાં. તેમણે એક વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલા એક મુનીશ્વરને જોયા. બન્નેએ હાથ જોડી એમની વંદના કરી. મુનિએ એમને “ધર્મલાભ” કહેતાં આશીર્વાદ આપ્યા અને કહ્યું, “સર્વ દુઃખોનો અંત આવી જાય એવી જગ્યાએ જાઓ; જ્યાં ગયા પછી બીજે ક્યાંય જવાનું રહેતું નથી એવા નિર્વાણ સ્થાનને પ્રાપ્ત કરો. આ માનવભવમાં જ આવો સર્વશ્રેષ્ઠ લાભ મળે છે. અન્ય જન્મમાં મોક્ષનો લાભ મેળવાતો નથી.” મુનીશ્વરના ઉપદેશથી બન્ને કૃતકૃત્ય બની ગયાં અને મુનીશ્વરને પ્રણામ કરીને પૂછયું, “અમને કહો, આવી સિદ્ધિ કેવી રીતે શક્ય બને?”
મુનિરાજે કહ્યું, “સાંભળો, હે ધર્મી જીવાત્માઓ! તમારી ઉત્કંઠા જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org