________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૯૧
દૂર કરવા તરંગવતી એ મંદિરમાં ગઈ. પ્રભુનું સ્તવન કરી તે બહાર આવી. દુઃખના સમયે સ્વામી પડખે છે તેનો તેને આનંદ હતો. દુઃખ ભુલાતું હતું. મંદિરની બાજુમાં જ એક સરોવર હતું. બન્ને જણ ત્યાં જઈ પોતાના કપડાથી પાણી ગાળ્યું, તૃષાને શાંત કરી. જળમાં થોડે અંદર જઈ બન્નેએ છબછબિયાં કર્યા અને બહાર નીકળી રાહતનો દમ ખેંચ્યો.
શાંતિથી સરોવરના કિનારે બન્ને બેઠાં હતાં. ત્યાં એક ઘોડેસવાર દૂરથી આવતો દેખાયો. તેની સાથે બીજા કેટલાક માણસો વેગથી ચાલતા હતા. બન્ને વિચારતાં હતાં કોણ હશે એ?
તેઓ આવી પહોંચ્યા. પદ્મદેવને જોતાં જ ઘોડેસવાર ઘોડા ઉપરથી ઊતરી તેના પગે પડી નમસ્કાર કર્યા. તેણે કહ્યું, “કુમાર! મને ન ઓળખ્યો? હું આપના મહેલમાં લાંબા વખત સુધી રહ્યો છું.” પધદેવે તેને ઓળખ્યો “ઓહ! તમે કુલ્માકહસ્તિ? - તેણે કહ્યું, “હા! અમે તમને જ શોધીએ છીએ. પિતાજીની આજ્ઞાથી ઘણા જણા જુદા જુદી બાજુ તમારી શોધમાં નીકળ્યા છે. અમે નસીબદાર કે અમને તમે મળી ગયા.”
તેઓ બન્નેને ગામમાં લઈ ગયા. કુલ્માકહસ્તિનો એક સંબંધી બ્રાહ્મણ આ ખાયક ગામમાં રહેતો હતો. તેમને ત્યાં બન્નેને તે લઈ ગયો. તેઓએ ત્યાં સ્નાન કરી, જમી લીધું. ભૂખ-તૃષાને સારી રીતે શાંત કર્યો. પછી કુલ્માકહસ્તિએ નગરશેઠને ત્યાં શું બન્યું તે બધું બન્નેને કહ્યું, “નગરશેઠ અને એમના કુટુંબે જાણ્યું કે પુત્રી નથી મળતી. તો તે અંગે તપાસ કરવા માંડી. સારસિકાએ તેમની સમક્ષ તમારી પૂર્વજન્મની કથા કહી. તેણે એમ પણ કહ્યું કે બન્ને જણાં સંપૂર્ણ તૈયારી સાથે નાસી ગયાં છે, કારણ કે નગરશેઠે પોતાની પુત્રીનો વિવાહ પદ્મદેવ સાથે કરવા ચોખ્ખી ના કહી હતી. તેથી તરંગવતીએ નાસી જવાનું અને પાદેવ સાથે ગાંધર્વ વિવાહ કરવાનું નક્કી કર્યું છે. નગરશેઠ આ જાણી ઘણું ઘણું પસ્તાયા. તેઓ તરત પધદેવના પિતા ધનદેવને મળ્યા અને ક્ષમા માગતાં કહ્યું કે, “શેઠ! તેમના પૂર્વજન્મના સ્નેહ-સંબંધનો મને કોઈ ખ્યાલ ન હતો. તેથી અજાણતાં હું નિર્દય બન્યો. તમારી માગણી ન સ્વીકારી. તેમણે ધનદેવ શેઠનો હાથ પકડી વધુમાં કહ્યું, “તમારો દીકરો હવે મારો જમાઈ છે. મને ચિંતા થાય છે. તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org