________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૯૦
બચાવી શકે.”
દૂર બેઠેલો એક લૂંટારો પણ તરંગવતીની આ વાત સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર ગજબના ફેરફારો થયા. તે તેમની પાસે આવ્યો. પદ્મદેવનાં બંધન તેણે છોડ્યાં અને કહ્યું, “શાંત થાઓ. તમને બચાવવા મેં નિશ્ચય કર્યો છે.’’ સાચે જ આ એક ચમત્કાર હતો. આવી તો બન્નેએ કોઈ આશા જ નહોતી રાખી. તેની વાત સાંભળી હૈયામાં પડેલી મરણની ભીતિ દૂર થઈ.
લૂંટારાએ કહ્યું, “અહીં એક ગુપ્ત માર્ગ છે. તે રસ્તે તમને હું બહાર લઈ જાઉં છું. મારી પાછળ પાછળ આવો.’” બંને તેની પાછળ પાછળ ચાલ્યાં. કેટલાંક વિષમ માર્ગ કાપ્યા પછી તે ત્રણે ગુફાની બહાર આવ્યા. લૂંટારાએ કહ્યું, ‘‘તમે ચાલ્યાં જાઓ. થોડેક દૂર એક ગામ આવશે. તમે ત્યાં પહોંચી યોગ્ય લાગે તે કરજો.’
પદ્મદેવે તેને કહ્યું, ‘ભાઈ! તેં અમારો જીવ બચાવ્યો છે. અમને લાગતું હતું કે અમારું જરૂર મૃત્યુ થશે, પણ હૃદયમાં પરોપકાર તથા દયાનો ભાવ લાવીને તેં જ અમને મુક્તિ અપાવી છે. હું ધનદેવ નામના વેપારી કે જે વત્સ નગરમાં રહે છે તેમનો પુત્ર છું. તે નગરના બધા લોકો અમને ઓળખે છે. તું કદીક ઇચ્છા થાય તો મારે ઘેર જરૂર આવજે. તારું ઋણ ઉતારવા હું મથીશ.’’ તે છૂટો પડ્યો અને પાછો ગુફા તરફ ગયો. બંને ગામના માર્ગે આગળ વધ્યાં.
તરંગવતી બહુ જ થાકી ગઈ હતી. ભૂખ અને તરસ હવે સહેવાતાં ન હતાં. હવે આગળ વધવું તરંગવતી માટે ખૂબ જ મુશ્કેલ હતું. જિંદગીમાં કોઈ દિવસ આવાં ભૂખ-તરસ વેઠ્યાં ન હતાં. લગભગ તેને ચક્કર આવવા લાગ્યા. પદ્મદેવ પણ થાકેલો હતો, પણ સમય ઓળખી તે તરંગવતીને પીઠ ઉપર બેસાડી આગળ ચાલ્યો. થોડી જ વારમાં એક ગામ દેખાયું. બન્ને બહુ રાજી થયાં. સામેથી થોડાક ગોવાળિયા આવી મળ્યા. તેમને પૂછતાં ખબર પડી કે એ ખાયક નામે ગામ છે.
ભૂખથી થાકેલી તરંગવતીએ પતિને કહ્યું, “આપણે હવે કોઈકને કહીએ, કંઈક ખાવાનું આપે.’’ પણ પદ્મદેવે માંગવાની ના પાડી. ‘મને અન્ન આપો એમ યાચના કરવી? એથી તો મરણ ભલું. આવો દીનતાભાવ ન ખપે.’ ત્યાં બાજુમાં એક મંદિર દેખાયું. ખૂબ જ રળિયામણું હતું એ મંદિર. શ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org