________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૮૯
એ બન્નેને લૂંટારા તેમના મુખીના એક ગુપ્ત ખંડમાં લઈ ગયા. ત્યાં મુખી ઊંચા આસન ઉપર બેઠો હતો. તેના મોં ઉપરથી જ જણાતું હતું કે તે અતિક્રૂર જ હશે. તેણે બન્નેને જોયાં કેટલીક વાતો તેણે બીજા લૂંટારાઓ સાથે કરી. પછી તે નિષ્ફર અને ઘાતકી માણસે પોતાની બે તગતગતી આંખો આ બન્ને તરફ માંડી. તરંગવતી ઘણું ગભરાઈ થરથર ધ્રૂજવા લાગી. મુખી ખરેખર આનંદથી ડોલવા લાગ્યો. પોતાની મનોકામના પૂર્ણ થતી હોય તેમ તેને લાગ્યું.
તે ઈચ્છિતની પ્રાપ્તિ માટે દેવીને બલિ ચડાવવા માંગતો હતો અને દેવીની કૃપાએ જ આ બન્ને ઉત્તમ બલિ મળી આવ્યા! તેને લૂંટારાઓને કહ્યું, “સાંભળો! આવતી નવમીની રાત્રિએ દેવીને આ બન્નેનો બલિ ચડાવીશું.” ત્યાં સુધી એમને ભોંયરામાં અમુક જગ્યાએ રાખવા તેણે હુકમ કર્યો.
એક લૂંટારાએ તે બંનેને એની પાછળ પાછળ આવવા કહ્યું. બન્ને જણ તેના કહેવા પ્રમાણે આગળ વધતાં હતાં ત્યાં એક જગ્યાએ મોટો પથ્થર પડેલો હતો, ત્યાં તે લૂંટારો બેઠો. પાદેવને રસીથી બરાબર બાંધેલો હતો. તરંગવતીને કોઈ બંધન ન હતું. તે રોતી અને કાલાવાલા કરતી હતી. તે લૂંટારો ત્યાં બેસી કાચું માંસ ખાવા લાગ્યો હતો – તે ઉપર તેણે દારૂ પીધો.
તરંગવતીને છાની રાખતાં પદ્મદેવ તેને સમજાવતો હતો : “આ બધા આપણા કર્મનાં ફળ છે. કર્મ ભોગવવાં જ પડે છે. માટે ધર્મને ત્યજીશ નહિ.” પતિની મધુર અને સાંત્વન આપનારી વાણી સાંભળી તેનો શોક કંઈક અંશે ઓછો થયો. બાજુમાં કેટલાંક સ્ત્રી-પુરુષો બંદીવાન તરીકે ઊભાં હતાં. તેમને તરંગવતીએ પોતાની વીતક કથા સંભળાવી : “ગયા ભવમાં અમે ચક્રવાક અને ચક્રવાકી હતાં. એક પારધીના બાણે ચક્રવાક ઘવાયો ને મરણ પામ્યો. હું ચક્રવાકી તેની પાછળ બળીને સતી થઈ. આ પછી અમે બન્ને માનવ તરીકે જન્મ્યાં. હું નગરશેઠની પુત્રી છું અને આ મારા પતિ એક વેપારીના પુત્ર છે. મને પૂર્વભવનું જ્ઞાન થતાં મેં ચિત્રાવલીનું આલેખન કર્યું અને મારા ગત ભવના પતિને ચિત્રાવલી દ્વારા ઓળખ્યો. મારા પિતાની આ લગ્ન માટેની સંમતિ ન મળતાં અમે બન્ને નાસી છૂટ્યાં છીએ. ગંગા નદી પાર કરી અમે આગળ વધતાં હતાં ત્યાં આ લૂંટારાઓએ અમને પકડીને અહીં લાવ્યા છે. અમને બન્નેને દેવીના બલિ બનાવવાનો તેઓએ નિશ્ચય કર્યો છે. હે ભગવાન! હજાર હાથવાળો તું જ અમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org