________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૯૩
હું પૂરી કરીશ. પણ આ માટે પહેલાં તમે મારો જીવનવૃત્તાંત સાંભળો : એક મોટું અને ભયંકર જંગલ હતું. એના એક ભાગમાં ચંપા નામનું નગર હતું. ત્યાં પૂર્વભવમાં હું એક શિકારીને ત્યાં જન્મ્યો હતો. અમારા કુટુંબીઓ હાથીના દાંત અને હાડકામાંથી વિચિત્ર પ્રકારનાં શસ્ત્રો બનાવતા હતા. હું હાથીઓનો શિકાર કરતો. મારું એ જ એક કામ હતું. વનમાં ફરતો, ગમે તેમ હાથીને મારતો, માંસનું ભક્ષણ કરતો. લક્ષવેધી બાણ છોડવામાં હું એક્કો ગણાતો. મારા પિતાજી મને ઉપદેશ આપતા, “કોઈ બાળહાથીને કદી ન મારવો” વગેરે.
એક દિવસ હું ગંગાકિનારાના વનમાં ફરતો હતો. ત્યાં એક મોટા પહાડ જેવા ઉત્તમ હાથીને મેં જોયો. મને એના શિકારનું મન થઈ ગયું. મેં ધનુષ્ય પર બાણ ચડાવી લક્ષ્ય સાધવા બાણ છોડ્યું. બાણ ઊંચે ગયું. તેણે હાથીના શરીરને વીંધ્યું નહીં, તો પણ એક ચક્રવાક ઊડતો હતો તે એ બાણથી વીંધાઈ ગયો અને તરફડીને નીચે પડ્યો. તે લોહીથી ખરડાયેલો હતો. તેની છેડાયેલી એક પાંખ જમીન પર પડી. થોડી જ વારમાં તે તરફડીને મૃત્યુ પામ્યો. આ ચક્રવાકની પત્ની ચક્રવાકી સ્વામીના મૃત્યુથી અત્યંત આક્રંદ કરવા લાગી. કરુણ વિલાપ કરતી તે ચક્રવાકની આસપાસ પરિભ્રમણ કરવા લાગી. આ જોઈને મારા દિલમાં દયા ઉત્પન્ન થઈ. મને પછતાવો થયો, “અરેરે, મેં આ શું કર્યું?
પેલો હાથી તો ક્યાંક દૂર ચાલ્યો ગયો હતો. મેં પેલા ચક્રવાકને સંભાળપૂર્વક ઉપાડ્યો અને એક સુંદર સ્થળે મૂક્યો. થોડાંક લાકડાં વીણી લાવ્યો. તેના ઉપર ચક્રવાકના મૃતદેહને મૂક્યો અને અગ્નિસંસ્કાર કર્યો. હું નતમસ્તકે ઊભો હતો ત્યાં એક સખ્ત આઘાત આપતું આશ્ચર્ય થયું. ઊડતી ચક્રવાકી કલ્પાંત કરતી સળગતી ચિતામાં પડી ને પોતાના સ્વામીની સાથે બળીને ભસ્મ થઈ ગઈ. કહો ને, પતિ પાછળ તે સતી થઈ ગઈ. મને આ જોઈ કંપારી છૂટી ગઈ. “મેં આવું પાપ કેમ કર્યું? એક નિર્દોષ કિલ્લોલ કરતા સુખી જોડલાનો મેં શા માટે નાશ કર્યો? આ પાપનો બોજ લઈને હું શી રીતે જીવી શકીશ? આવા પાપી જીવન કરતાં જીવનનો અંત લાવવો સારો.” – એમ વિચારી મેં પણ તે સળગતી ચિતામાં ઝંપલાવ્યું. પણ પ્રભુકૃપાએ ફરીથી મને મનુષ્યજન્મ મળ્યો. વારાણસી નગરીમાં એક ઉત્તમ શ્રેષ્ઠીવર્યને ત્યાં મારો જન્મ થયો. આ એ નગરી કે જ્યાં તીર્થકર ભગવંતો અનેક વાર વિચર્યા છે. અહીં શ્રી સુપાર્શ્વનાથ ભગવાને સુરાજ્ય સ્થાપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org