________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૩
જાણવા જણાવ્યું. એટલે ઉપાધ્યાયશ્રી ઉગ્ર વિહાર કરી ફત્તેહપુર સિક્રી પહોંચ્યા અને સંઘના આગેવાનોને મળ્યા. આગેવાનોની સલાહ અનુસાર ઉપાધ્યાયશ્રી પહેલા અબુલફઝલને મળ્યા અને અબુલફઝલે હર્ષપૂર્વક જણાવ્યું કે બાદશાહ ફક્ત આચાર્યશ્રી પાસે ધર્મની વાતો સાંભળવા ઇચ્છે છે. અકબર બાદશાહનો કોઈ બદ ઇરાદો નથી જ એમ સ્પષ્ટપણે સમજાવ્યું, અને અબુલફઝલ જાતે ઉપાધ્યાયશ્રીને લઈ અકબર બાદશાહ પાસે આવ્યા, બાદશાહને ઉપાધ્યાયજી તથા તેમની સાથે બીજા ત્રણ મુનિરાજો હતા તેમની ઓળખાણ કરાવી. તરત જ બાદશાહે પોતાના સિંહાસન ઉપરથી ઊતરી મુનિવરોનો સત્કાર કર્યો. ઉપાધ્યાયે ‘ધર્મલાભ' કહી આશીર્વાદ આપ્યા. બાદશાહે પૂછ્યું કે ‘આચાર્યશ્રીને મળવાની ભારે ઉત્કંઠા છે, તેઓનાં દર્શન ક્યારે થશે?”
થોડાક જ દિવસોમાં આચાર્યશ્રી અત્રે આવી પહોંચશે તેમ ઉપાધ્યાયશ્રીજીએ જણાવ્યું. વાતચીત દરમિયાન મુનિવરોને લાગ્યું કે બાદશાહ વિનયી અને વિવેકી છે, અને વિદ્વાનો પ્રત્યે આદરભાવ ધરાવે છે.
ઉપાધ્યાયશ્રી વિમળહર્ષ ફત્તેહપુર સીક્રીથી પાછો વિહાર કરી આચાર્યશ્રી હીરવીજયજી કે જેઓ અભિરામાબાદ પહોંચ્યા હતા ત્યાં જઈ તેઓને મળ્યા અને તેમને બાદશાહ સાથે થયેલો વાર્તાલાપ ટૂંકમાં કહી સંભળાવ્યો. આચાર્યશ્રીને આથી પૂરતો સંતોષ થયો, અને વિહાર કરી ફત્તેહપુર સીક્રી પહોંચ્યા. ત્યાંના શ્રીસંઘે ગુરુદેવનું બાદશાહી સ્વાગત કર્યું.
આચાર્યશ્રીની પણ પહેલી મુલાકાત અબુલફઝલ સાથે થઈ. આ મુલાકાતથી અબુલફઝલ ખૂબ જ પ્રભાવિત થયો.
આચાર્યદેવ ત્યાંના કેટલાક શ્રાવકો અને અબુલફઝલ સાથે અકબરને મળવા રાજમહેલમાં પધાર્યા. અકબરને આચાર્યશ્રી પધારતાં એટલો બધો આનંદ થયો કે આચાર્યશ્રીને બેસવાનું કહેવાનું પણ તેને ભાન ન રહ્યું અને આચાર્યશ્રી સાથે વાતો શરૂ કરી દીધી. કલાકો સુધી ઊભાં ઊભાં જ આ વાર્તાલાપ ચાલ્યો. પછી મંત્રણાગૃહમાં પધારવા અકબરે આચાર્યશ્રીને દોર્યા. તે ગૃહમાં દરવાજેથી જ ગાલીચો પાથરેલ હતો તેથી આચાર્યશ્રીએ એની ઉપર ચાલવાની ના પાડી અને સમજાવ્યું કે ગાલીચા નીચે જીવ-જંતુ હોય, તે ઉપર ચાલવાથી હિંસા થાય, તેવી હિંસા સાધુ ન કરે. એટલે બાદશાહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org