________________
[૫]
શ્રી હીરવિજયસૂરી આચાર્યશ્રી હીરવિજયસૂરી એ વખતે ગાંધાર નગરમાં હતા, ત્યાં તેમને અકબર બાદશાહે મોકલાવેલું આમંત્રણ તથા ફતેહપુર સિક્રીના જૈનસંઘના વિનંતીપત્રો મળ્યા. ત્યાંના સંઘ સાથે ચર્ચા-મંત્રણા કર્યા બાદ આચાર્યશ્રીએ દિલ્હી અકબર બાદશાહને સદુપદેશ આપવા જવાનું નક્કી કર્યું.
વિહાર શરૂ કર્યો અને તેઓ વટાદરા ગામમાં આવ્યા. તે રાત્રે નિદ્રામાં તેમણે સ્વપ્ન જોયું. એક અતિ દેદીપ્યમાન સ્ત્રી નમસ્કાર કરી આચાર્યશ્રીને કંકુ અને મોતીથી વધાવે છે અને કહે છે કે “હે આચાર્યદેવ, અકબર નિખાલસ મને આપને બોલાવે છે. કોઈ જાતની શંકા વગર તેમને મળો અને જિનશાસનની શાન વધારો. આથી આપની અને જિનશાસનની કીર્તિ વધશે.” અને એ દિવ્ય શરીરધારી સ્ત્રી આટલું કહી અદશ્ય થઈ ગઈ.
વિહાર કરી આચાર્યશ્રી અમદાવાદ આવ્યા. અમદાવાદના સૂબા શિહાબખાને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે શિહાબખાને ભૂતકાળમાં આચાર્યશ્રીનું અપમાન કરેલું અને જૈનોનો ભારે વિરોધી હતો. પણ અકબર બાદશાહના ફરમાનને લીધે લાચાર થઈ તેણે ગુરુ મહારાજની માફી માગી. દિલ્હી જવા હાથી, ઘોડા, સૈનિકો વગેરે જે જોઈએ તે આપવા આગ્રહ કર્યો. પણ આચાર્યશ્રીએ જૈન આચાર સમજાવી તેમને તે કશું ખપે નહિ તેમ સમજાવીને કહ્યું કે “અમારા મનમાં તમારા પ્રત્યે કોઈ રોષ નથી. અમારે શત્રુ કે મિત્ર બધા સરખા છે અને અમે સૃષ્ટિના તમામ જીવો સુખી રહે તેવી ખરા દિલથી કામના કરીએ છીએ.”
- આચાર્યશ્રીએ પટ્ટધર શ્રી સેનસૂરિશ્વરજીને ગુજરાતમાં રહેવા આદેશ આપ્યો અને શ્રી હીરસૂરિશ્વરજીએ પોતાના વિદ્વાન શિષ્યરત્ન શ્રીવિમલહર્ષ ઉપાધ્યાય વગેરે મુનિવરો સાથે દિલ્હી તરફ વિહાર કર્યો.
દિલ્હી પહોંચવાની થોડા દિવસની વાર હતી ત્યારે આચાર્યશ્રીએ શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયને આગળ વિહાર કરી બાદશાહને મળી તેમના વિચારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org