________________
[૪૮]
ચંદન-મલયાગિરિ
કુસુમપુર નામના નગરમાં ચંદનરાજ નામના રાજાને મલયાગિરિ નામની સુંદર અને શીલવતી રાણી હતી. તેમને સાગર અને નીર નામનાં બે બાળકો હતાં. કુટુંબ સંતોષી અને ધર્મિષ્ઠ હતું. એક વાર રાજા સૂતા હતા ત્યારે કુળદેવીએ સપનામાં આવીને જણાવ્યું: “હે રાજન! બધા દિવસો સુખના હોતા નથી. માણસે કર્મ ભોગવવાં જ પડે છે. તારા ખરાબ દિવસો આવ્યા છે. તું તરત જ રાજ્ય છોડીને ચાલ્યો જા.” રાજા સમજુ હતો. તે રાણી અને બંને પુત્રોને લઈ ચાલી નીકળ્યો.
તેઓ ફરતાં ફરતાં કુશસ્થળ આવ્યાં અને સ્થિર થયાં. ચંદનરાજ એક મંદિરમાં પૂજારી તરીકે નોકરીએ રહ્યો. મલયાગિરિ જંગલમાંથી બળતણ લઈ આવતી. કોઈ વાર ભારો વેચી પણ નાખતી. એક વાર એક સોદાગરે તેને જોઈ તેનાં રૂપ-રંગ અને વ્યવહાર જોઈ તેના પર તે મુગ્ધ થઈ ગયો. તે લાકડાં ખરીદવા લાગ્યો. થોડા પૈસા પણ વધારે આપવા લાગ્યો. થોડા દિવસ આમ ચાલ્યું. મલયાગિરિને તેના ઉપર વિશ્વાસ બેઠો. એક દિવસ સોદાગરે કહ્યું, “પૈસા રથમાં છે. ત્યાં ચાલો તમને આપી દઈશ.” ભોળા ભાવે મલયાગિરિ તેની સાથે ગઈ. રથ નજીક પહોંચતાં સાર્થવાહે તેને ઊંચકી રથમાં નાખી. રથ જોશથી હાંકી મૂક્યો. રથમાંથી કૂદી પડવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે ફાવી નહીં. રડી રડીને થાકી ગઈ. અસહાય હોવાથી નિસાસા નાખવા લાગી. ઘણે છેટે નીકળી ગયા બાદ સાર્થવાહે તેને સમજાવવા માંડ્યું, “તારા યૌવન અને રૂપે મને ઘેલો કર્યો છે. હવે તારા ગરીબીના દિવસો પૂરા થયા. મારી પત્ની બનાવી તને રાખીશ. તારે હવે કોઈ કષ્ટ નહીં વેઠવાં પડે.” આ સાંભળી મલયાગિરિએ સ્વસ્થ થઈ ગંભીર સાદે કહ્યું, “શેઠ, તમને આવા નહોતા ધાર્યા. આવા સારા દેખાતા માણસ આવાં કાળાં કામ કરતા હશે એની ખબર નહોતી પણ યાદ રાખજો, હું મરી જઈશ પણ તમારી ઈચ્છા કદી પૂરી થશે નહીં. સાંભળો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org