________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૮
અગ્નિ મધ્ય બળવો ભલો, ભલો હી વિષકો પાન; શીલ ખંડવો નહીં ભલો, નહીં કછુ શીલ સમાન.”
માટે હે શેઠ! થોડો વિચાર કરો અને મને છોડો. મારો ધણી, છોકરાં * મારી વાટ જોતાં હશે. મરી જઈશ પણ હું શીલ નહીં ખંડું.” પણ સાર્થવાહ માન્યો નહીં. તેનો રથ ચાલતો રહ્યો. મલયાગિરિનાં આંસું વહેતાં રહ્યાં.
આ તરફ મોડે સુધી ન આવવાથી મલયાગિરિની શોધ માટે ચંદન ચારે તરફ ફરી આવ્યો, પણ ક્યાંય ભાળ મળી નહીં. થાકી ઘરે આવી તે ફસડાઈ પડ્યો ને વિલાપ કરવા લાગ્યો. બાળકો પણ રોકકળ કરતાં રહ્યાં. કેટલાક દિવસ ત્યાં રહ્યો, પણ પત્નીનો પત્તો ન લાગતાં તે પોતાના બન્ને પુત્રોને લઈ પરગામ જવા નીકળી પડ્યો. માર્ગમાં એક મોટી નદી આવતાં એક પુત્રને આ કાંઠે એક ઝાડ નીચે બેસાડી બીજા પુત્રને ખભે બેસાડી નદી ઊતરવા લાગ્યો. મહામહેનતે સામે કાંઠે પહોંચી પુત્રને ત્યાં બેસાડી, બીજાને લાવવા નદી વચ્ચે આવતાં જ જોશબંધ પાણીનો પ્રવાહ આવ્યો ને ચંદનને તાણી ગયો. એક પુત્ર આ કિનારે બીજો પુત્ર બીજા કિનારે, ને રાજા નદીમાં તણાઈ ગયો. ઘણે દૂર ખેંચાઈ તે કિનારે માંડમાંડ પહોંચ્યો. પત્ની અને પુત્રોના વિરહે તે બોલી ઊઠ્યો :
કિહાં ચંદન, મલયાગિરિ! કિહાં સાગર, કિડાં નીર?
જો જો પડે વિપત્તડી, સો સો સહે શરીર.” ચંદન બેબાકળો થઈ કિનારે કિનારે પાછો દોડવા લાગ્યો. મોટેથી સાગર”-“નીર’ બૂમો પાડી. પણ બધું વ્યર્થ. તેને એક વિચાર આપઘાતનો આવી ગયો, પણ મનને મનાવી લીધું. કર્યા કર્મ ભોગવવાં જ પડે છે. એથી જે કંઈ દુઃખો આવે તે અહીં જ ભોગવી લેવાં સારાં. એવા વિચારે મનને મક્કમ કર્યું. તે પોતે ક્યાં છે તેની તપાસ કરી તો ખબર પડી કે આ આનંદપુર નામનું નગર છે. ફરતાં ફરતાં એક ઘર આગળ આવી ઊભો. માલિકણ બાઈ પાસે આશરો માંગ્યો. તેણે આદરપૂર્વક ઘરમાં બોલાવી ભોજન કરાવ્યું. થાકથી થોડો હળવો થયો. થોડી જ વારમાં ખબર પડી કે એ બાઈ પોતાના રૂપ-યૌવન પર મોહિત થઈ છે. સ્ત્રીએ કહ્યું: “હું એકલી છું. મારે કોઈ સાથીની જરૂર છે. તમે અત્રે રહો. બધી ચિંતા છોડી દો. આપણે જીવનભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org