________________
જૈન શાસનના ચમકતા સિતાર • ૧૬૬
-
ચોરો મને ઊંચકી ઉપાડીને લઈ ગયા. તેમણે મને નેપાળ દેશમાં જઈ એક સાર્થવાહને વેચી. સાર્થવાહે મને બબ્બરકુળ નગરની એક વેશ્યાને ઘરે વેચી દીધી. વૈશ્યાએ મને નાટકકળામાં નિપુણ કરી ને નટી બનાવી. તે પછી નાટકના મહાશોખીન મહાકાળ રાજાએ નવ નાટક કંપનીઓ ખરીદી. તેમાં મને પણ વેશ્યા પાસેથી ખરીદી લીધી. મહાકાળ રાજાએ પોતાની કુંવરી મદનસેનાનાં લગ્ન શ્રીપાળજી સાથે કર્યા ત્યારે દાયજામાં મારા સહિત નવે નાટક મંડળીઓ દાયકામાં આપી દીધી. મારાં લગ્ન પહેલાં મયણાબહેને જે કહેલું કરવું ન કરવું માણસના હાથની વાત નથી, કર્મ પ્રમાણે બધું થયા કરે છે તે સત્ય હતું. મારા કર્મે મને નચાવી.
મયણાએ સુરસુંદરીને આશ્વાસન આપી પોતાની પાસે રાખી. થોડા દિવસો આનંદમાં પસાર થયા. એક દિવસ સમય જોઈને જૂના મંત્રી મતિસાગરે શ્રીપાળને પિતાનું રાજ્ય જે કાકા અજીતસેને લઈ લીધું છે તે પાછું મેળવવાનું બાકી છે તે યાદ કરાવ્યું, “કાકો અજીતસેન તમારો વેરી છે.' શ્રીપાળને વાત બરાબર લાગી. એણે સેના તૈયાર કરી. અજીતસેનને રાજ્ય પાછું સોંપવા યા લડાઈ કરવા દૂત સાથે કહેણ મોકલ્યું. અજીતસેન લડવા તૈયાર થયો.
બન્ને સેનાઓ સામસામે આવી ગઈ. ડાનિશાન ગડગડવા લાગ્યાં. શ્રીપાળને આટલા બધા સૈનિકોને મારવા-કરાવવાનું ઠીક ન લાગ્યું. તેણે અજીતસેનને હાથોહાથની લડાઈ માટે કહેણ મોકલ્યું. બન્ને લડ્યા. કાકી અજીતસેન હાર્યો. શ્રીપાળને પગે પડ્યો. ક્ષમા માંગી. શ્રીપાળને ક્યાં વેર હતું? અજીતસેનના દિલને પશ્ચાત્તાપ થયો. તેણે શ્રીપાળને રાજ્યકારભાર સોંપી દીક્ષા લીધી અને કલ્યાણના પંથે ચાલ્યો. આમ મયણાસુંદરીની ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ કંઈક જીવને તાર્યા. નવપદજી અને સિદ્ધચક્ર પ્રત્યેની અનન્ય ભાવનાના કારણે શ્રીપાળને પોતાનું રાજ્ય પાછું મળ્યું. વિખૂટા પડેલાં સ્વજનો ભેગાં થયાં. ધર્મનો પ્રકાશ સૌના અંતરને અજવાળી રહ્યો. શ્રીપાળ-મયણાને નવપદજી જેવા ફળ્યા તેવા સૌને ફળો. કવિ ગાય છે કે –
નવપદજીનો અપૂર્વ મહિમા, એને લીધો પીછાણી; શ્રીપાળ રાજા ને મયણાની આ છે અમર કહાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org