________________
જૈન શાસનના ચમકતા સિતાર ૦ ૧૬૫
એક નગર છે. ત્યાંના રાજાની કુંવરીનું નામ ગુણસુંદરી છે. રૂપનું અને કળાનું એને અભિમાન છે, “વીણા વગાડવામાં જે કોઈ મને હરાવે તેને પરણું અને તે હારે તો મારા ઘરે ચાકર થઈને રહે.” કેટકેટલા રાજકુમારો એનાથી હાર્યા છે, એની ચાકરી કરે છે. એને કોઈ હરાવી શકતું નથી. એથી તે અભિમાનથી અક્કડ થઈને રહે છે. શ્રીપાળે કહ્યું, “કલાકારને અભિમાન ન હોય. એ તો સદાય નમ્રપણે રહે.” કુંવરીનો ગર્વ તોડવા તે તૈયાર થયો. પહોંચ્યો કુંવરી પાસે. સભા ભરાઈ. બંને સામસામાં વીણા લઈ બેઠાં છે. શ્રીપાળે અદ્ભુત જમાવટ કરી. લોકો એની વાહવાહ કરવા લાગ્યા. કુંવરી હારી ગઈ. શ્રીપાળમાં એણે સાચો કલાકાર જોયો. એવાની સાથે પરણવાના તો એને કોડ હતા. હારેલા બધા રાજકુમારો છૂટા કર્યા અને બધા રસાલા સાથે ઘર તરફ પ્રયાણ કર્યું.
આ તરફ રાણી માતા તથા મયણાસુંદરી પણ શ્રીપાળની રાહ જોઈ રહ્યા છે અને એક દિવસ ધામધૂમપૂર્વક રસાલા સાથે શ્રીપાળ ઘેર આવી ગયો. સાથે બીજી રાણીઓ પણ છે. માતાજી તથા મયણાના આનંદનો પાર નથી. શ્રીપાળની નવી રાણીઓ સાસુજીના પગે પડે છે અને મયણા બધી રાણીઓને ભેટે છે અને સન્માનપૂર્વક સત્કાર કરે છે. સહુ રાજી થયાં છે. નવપદજીનો આ પ્રતાપ છે.
કુટુંબનો આનંદમેળો જામ્યો છે. એક દિવસ મનોરંજન માટે તૈયારીઓ થઈ રહી છે. નટનટીઓને તેડાવ્યાં છે. નાટકની તૈયારીઓ થઈ રહી છે. ઢોલ શરણાઈ વાગી રહ્યાં છે. પણ પેલી મુખ્ય નદી કેમ ઊભી થતી નથી? તે કેમ ઉદાસ બેઠી છે? એ નરી તે બીજી કોઈ નહીં પણ મયણાની બહેન સુરસુંદરી! પિતાએ સંખપુરના રાજપુત્ર સાથે પરણાવેલી તે જ. મયણાની નજર તેની ઉપર પડી. તેણે બહેનને ઓળખી કાઢી. સુરસુંદરી મયણાના પગમાં પડીને ખૂબ રોઈ. વાતાવરણ બહુ કરુણ બની ગયું. સુરસુંદરીએ પોતાની કથની કહેવા માંડી –
પ્રજાપાળ રાજાએ મને પરણાવી, ઘણી સંપત્તિ આપીને મને સાસરે વળાવી. અમો પરણીને શંખપુર જવા રવાના થયાં. રાત્રિની શરૂઆત થઈ ચૂકી હતી. સવારે ગામમાં દાખલ થશે એમ વિચારી રાત્રે ગામના પાદરે એક ખેતરમાં ઝૂંપડીમાં રોકાયાં. ગમે તેમ કેટલાક ચોરોને અમે ત્યાં હતાં તેની ખબર પડી ગઈ. રાતના તેઓ અમારી ઉપર ત્રાટક્યા. મારો પ્રિતમ કાયર પુરુષની જેમ જીવ બચાવવા ભાગી ગયો. હું દાગીના અને માલમિલકત સાથે લૂંટાઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org