________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૪
શ્રીપાળને પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરવા કહ્યું. શ્રીપાળે તેની સાથે લગ્ન કર્યા. થોડા દિવસ ત્યાં આનંદકિલ્લોલ કરતો રહ્યો, પણ મનમાં પોતાની બે સ્ત્રીઓ વહાણમાં છે તેમની ચિંતા કરે છે અને સાથે જ તેને પોતાનું ઘર, પોતાની માતા તથા મયણાની યાદ આવ્યા કરે છે.
શ્રીપાળને મધદરિયે ફેંકી દીધા પછી ધવલ વધારે નફફટ બન્યો. શ્રીપાળની પત્નીઓના ખંડમાં જઈ ચેનચાળા કરવા લાગ્યો. સ્ત્રીઓએ પડકાર ફેંક્યો. બળજબરી કરવા જાય છે ત્યાં જ આકાશમાં ભયંકર તોફાન થવા લાગ્યું. વાદળ ગર્જવા લાગ્યાં અને વીજળી ચમકવા લાગી. વહાણો પાણીમાં ડૂબવા લાગ્યાં. ધવલ ગભરાઈ ગયો, ધ્રૂજવા લાગ્યો અને ડરીને આખરે સતીઓનાં ચરણે પડ્યો, ક્ષમા માંગી. વહાણો આગળ ચાલ્યાં. કોંકણ આવ્યું. ધવલ શેઠ નજરાણું લઈ રાજા પાસે આવ્યો. ત્યાં શ્રીપાળને જોઈ એના મોતિયા મરી ગયા. શ્રીપાળને બદનામ કરવા એણે યુક્તિ કરી, પણ એનો ઘડો ફૂટી ગયો. રાજાએ ધવલને પકડી શિક્ષા કરવા ફરમાવ્યું, પણ શ્રીપાળે એને છોડાવ્યો. પશ્ચાત્તાપ કરતો તે તેના પગે પડ્યો અને ક્ષમા માંગી. પણ પેટમાં તો પાપ જ હતું. વહાણ આગળ ચાલ્યાં. મધરાતનો સમય છે. શ્રીપાળ શાંતિથી સૂતો છે. ધવલની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે શ્રીપાળની શક્તિ વધી ગઈ છે. રાજ કન્યાઓને પરણ્યો છે, અઢળક લક્ષ્મી મળી છે, એના બધાંય પાસા પોબારા પડે છે. એના ભાગ્યની ધવલને ઈર્ષા આવે છે. શ્રીપાળનો કાંટો કાઢવા, એની બધીયે લક્ષ્મીનો સ્વામી બનવાનો એનો મનોરથ છે. તે ધીમેથી ચોરપગલે હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ સીડી ચઢે છે. પણ તેનાં હાથનાં કરેલાં હૈયે વાગે છે. અંધકારને લીધે સીડીનું એક પગથિયું ચૂકે છે, નીચે પછડાય છે અને હાથમાંની કટારી પોતાના પેટમાં જ વાગી ગઈ. લોહીની ધારા વહી અને એનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધવલ મૃત્યુ પામ્યો. તેની બધી સંપત્તિ શ્રીપાળે ધવલના સેવકોમાં વહેંચી આપી, કારણ કે સાસુજીએ આપેલાં પાંચ વ્રતો યાદ છે. કોઈની સંપત્તિ મૂલ્ય આપ્યા વગર ન લેવાય અને જરૂરથી વધુ સંગ્રહ ન થાય. આ બધું એણે જીવનમાં ઉતાર્યું હતું. બધા સેવકો રાજી થયા.
શ્રીપાળ વહાણો સાથે આગળ વધે છે. એક ગામના કિનારે વહાણો નાંગરે છે. ત્યાં એક સાર્થવાહ મળ્યો. તેણે અજબ જેવી વાત કરી: કુંઠલપુર નામનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org