________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩.
દીધી કે જે રાજ્યમાં જઈએ ત્યાંના કાયદા પાળવા જ પડે. શ્રીપાળે ભારે યુદ્ધ કરી ધવલશેઠને છોડાવ્યા. મહાકાળ રાજાએ શ્રીપાળનું પરાક્રમ જોઈ તેને આદરસત્કારપૂર્વક પોતાના મહેલે લઈ ગયો. પોતાની કન્યા શ્રીપાળને પરણાવી અને ઘણી ભેટો આપી. પછી તે બધા આનંદપૂર્વક ત્યાંથી વિદાય થયા. વહાણો આગળ, ચાલ્યાં. થોડા દિવસે રત્નદ્વીપ નામનું બંદર આવ્યું. વહાણ નાંગર્યા. શ્રીપાળે પોતાનો માલ વેચવા ધવલ શેઠને જણાવ્યું. ત્યાં એક સાર્થવાહ માલ જોવા વહાણ ઉપર આવ્યો. તેણે એક વાત કરી કે અહીંથી થોડે દૂર એક દહેરાસર છે. તેનાં દ્વાર બંધ છે. રાજાની કુંવરીને પ્રભુદર્શનનું વ્રત છે. તેથી જાહેરાત થઈ છે કે જે એ દ્વાર ઉઘાડશે તેને કુંવરી પરણશે. શ્રીપાળે એ પડકાર ઝીલી લીધો. મંદિરના દ્વારે જઈને ઊભો, નવપદનું ધ્યાન ધર્યું અને થોડી જ વારમાં દ્વાર દેવકૃપાએ ઊઘડી ગયાં. રાજાએ ધામધૂમથી પોતાની કુંવરી શ્રીપાળ સાથે પરણાવી. ધવલ શેઠે ઠીકઠીક વેપાર કરી લીધો અને ત્યાંથી આગળ ચાલ્યા.
મધદરિયે વહાણ ચાલી રહ્યાં છે. પવન પણ અનુકૂળ છે. ધવલ શેઠની દાનત બગડી. એને થયું, આ શ્રીપાળ ભિખારી જેવો હતો તેને સાથે લીધો તે આજે કેવો શ્રીમંત થઈ ગયો અને બન્ને રાજકુંવરીઓને પરણ્યો અને અઢકળ દ્રવ્ય મેળવ્યું. તેણે યુક્તિથી શ્રીપાળને દરિયામાં ફેંકી દેવાનો મનસૂબો ઘડ્યો. વહાણના એક છેડે માંચડો બાંધ્યો. ધવલ શેઠ પોતાના કેટલાક દુષ્ટ માણસો સાથે ત્યાં બેઠો છે. દરિયામાં કંઈક જોવા જેવું મોટું પ્રાણી દેખવા જેવું છે એમ કહી શ્રીપાળને ત્યાં બોલાવે છે. શ્રીપાળ જેવો માંચડા પર ચઢવા જાય છે, તે વખતે તેને ધક્કો મારી ધવલનો એક સેવક તેને દરિયામાં ફેંકી દે છે. દરિયો ખૂબ ઊંડો છે. મોટા મોટા મગરમચ્છ અને દરિયાઈ પ્રાણીઓ તેમાં ઘૂમી રહ્યાં છે. પણ શ્રીપાળ તો પોતે તાપસી પાસેથી મેળવી જળહરણી વિદ્યાને પ્રતાપે તરતો તરતો આગળ જાય છે અને કોંકણના એક દરિયાકિનારાના શહેર પાસે પહોંચી દરિયા બહાર જમીન ઉપર આવે છે. થાકેલ શ્રીપાળ કિનારાના એક ઝાડ નીચે બેસી વિસામો લે છે. લાંબો વખત તરવાને લીધે થાક પુષ્કળ લાગ્યો છે, એટલે ઝાડ નીચે ઊંધી જાય છે. ત્યાંના રાજાની કુંવરી રમતી રમતી ત્યાં આવે છે અને શ્રીપાળને જોઈ તેનું ઉર આકર્ષાય છે. મનથી જેવો ધાર્યો છે તેવો આ વર થવાને લાયક માણસ લાગે છે. તેણે રાજાને ત્યાં તેડાવ્યા. રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org