________________
[૨૨] ગુણમંજરી
પદમપુર નામના નગરમાં સિંહદાસ નામના એક શેઠ રહેતા હતા. તેમને કર્મુરતિલકા નામની સ્ત્રી હતી અને ગુણમંજરી નામની એકની એક પુત્રી હતી. શેઠને કરોડોની સંપત્તિ હતી, અને જૈન ધર્મના દૃઢ અનુરાગી હતા.
દીકરી ગુણવંતી વિનયવંતી અને અને રૂપવંતી હતી. રૂપ, ગુણ અને સૌંદર્ય એ ત્રણે તેનામાં હતા પણ કર્મોદયથી તે મૂંગી અને રોગી હતી.
શેઠે એના ઉપચાર કરવામાં કાંઈ બાકી ન રાખ્યું. તે મૂંગી હતી પણ સાંભળી સકતી હતી એટલે બધી સગવડતા તેની મા તરફથી મળી રહેતી હતી. પણ તે યુવાન થઈ ત્યાં સુધી કોઈ ધાર્મિક જ્ઞાન પામી નહીં. બધો જ વખત તેની દવા અને ઉપચારો કરવામાં જ વ્યતીત થતો હતો.
આ પદમપુરનગરમાં એકદા વિજયસેન નામના મહાજ્ઞાની આચાર્ય ભગવંત પધાર્યા. તેમની વાણીમાં અદ્ભુત શક્તિ હતી. એમનું વ્યાખ્યાન સાંભળવા નગરજનો ઉમટી પડ્યા. સિંહદાસ શેઠ પણ પોતાના પરિવાર સહિત આવ્યા. આચાર્યશ્રીએ સમ્યક જ્ઞાનની ઉપાસના અંગે ઠીક ઠીક સમજાવ્યું. માનવીને રૂપસંપત્તિ, નીરોગી શરીર, ઈન્દ્રિયોની પરિપૂર્ણતા અને ધર્મ આરાધના કરવા માટે સાનુકૂળ સંયોગો વગેરે પૂર્વભવના પુણ્યથી મળે છે, સદ્ગદ્ધિ મળે તો શુભકર્મના ઉદયથી જીવ મોક્ષ માર્ગ તરફ આગેકૂચ કરે છે, અને અશુભ કર્મના ઉદયથી દુર્બુદ્ધિ જાગે તો જીવ દુઃખ ભોગવતા દુર્ગતિમાં પડી ભવસાગરમાં ડૂબી જાય છે, માટે જીવે કર્મબંધ કરતી વેળા જાગ્રત રહેવું જોઈએ. - સિંહદાસ શેઠે આ વ્યાખ્યાન સાંભળ્યું. તેમનું હૃદય ભીંજાઈ ગયું. તેમને લાગ્યું કે ગુરુજ્ઞાની છે તો તેમને ગુણમંજરી માટે પૂછું, એમ વિચારી ઊભા થઈને વંદન કરી પૂછ્યું - ગુરુદેવ! આ મારી પુત્રી ક્યા કર્મના ઉદયથી આવી મૂંગી અને રોગીષ્ટ છે, એ આપ કૃપા કરીને કહો. આચાર્ય મહારાજ અવધિજ્ઞાની હતા એટલે શેઠની વાત સાંભળીને કહે છે, શ્રાવકજી સાંભળો.
“સુખ અને દુઃખ જીવને કર્મના ઉદયથી ભોગવવી પડે છે. કેટલાંક કર્મો એવાં
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org