________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૯.
તમારી ઈચ્છા. એમ છતાંય તેમણે રોષથી ચારેને વંદન કર્યું. વંદનવિધિ બાદ એક કેવળી ભગવતે શીતલાચાર્યને કહ્યું, “તમે દ્રવ્યવંદન કર્યું છે. કષાયદેડની વૃદ્ધિથી વંદન કર્યું છે, માટે હવે ભાવથી વંદન કરો.”
શીતલાચાર્યે તરત જ કહ્યું, મેં દ્રવ્યવંદન કર્યું અને ભાવવંદન નથી કર્યું તે તમે શી રીતે જાણું? અને મને કષાયદંડની વૃદ્ધિ થઈ છે તે તમને કેવી રીતે ખબર પડી? શું તમને કંઈ અતિશય જ્ઞાન થયું છે? કેવળીએ ‘હા’ કહી. શીતલાચાર્યે પુનઃ પૂછ્યું, “છાઘસ્થિક જ્ઞાન કે કેવળ જ્ઞાન? કેવળીએ કહ્યું, “સાદિ - અનંત કેવળજ્ઞાન.”
આ જાણીને આચાર્યનું અંતર પસ્તાવાથી રડી ઊઠ્યું, “અરેરે! મેં કેવળી ભગવંતની આશાતના કરી? મેં ઘણું જ ખોટું કર્યું!' અને સંવેગ પામી ભાવવંદના કરતાં કરતાં કષાયદંડકથી તે પાછા ફર્યા. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ઉત્તરોત્તર વિકાસ કરી ક્ષેપક શ્રેણીએ પહોંચતાં તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શીતલાચાર્યનું દૃષ્ટાંત વાંચીને અને સમજીને અંતરના શુદ્ધ અને શુભ ભાવથી ગુરુવંદન કરવું જોઈએ, દ્રવ્યવંદન નહિ. અંતરના પરિપૂર્ણ ભાવપૂર્વક કરેલું વંદન જ ફળ આપે છે તેથી ભાવપૂર્વક જ ગુરુને વંદન કરવું.
પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં વધુ છે, કેમ કે રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે સારાં પુસ્તકો અંતઃકરણને ઉજવળ કરે છે.
- મહાત્મા ગાંધીજી
૧: જતું રહે એવું જ્ઞાન ૨. કદી ન જાય તેવું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org