________________
[૨]
પૃથ્વીપાળ રાજા યાને સુનંદ
ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજા પૃથ્વપાળે મોરનો શિકાર કરવા બાણ છોડ્યું. બાણ વાગતાં જ ઝાડ ઉપર બેઠેલો મોર એક ચીસ સાથે ભોંય પર પડ્યો. તીર શરીરમાં ખૂંપેલું હતું પરંતુ પ્રાણ હજુ નહોતો ગયો. તીરના ઘાથી મોર જીવન અને મરણ વચ્ચે તરફડિયાં ખાતો હતો. તેના ગળામાંથી દર્દ ટપકતું હતું.
મોરના મૃત્યુની કારમી વેદના જોઈ પૃથ્વીપાળના હૈયે કરુણા ફૂટી. “અરેરે! મેં આ કેવું દુષ્કૃત્ય કર્યું? આ નિર્દોષ જીવને મેં નાહક તીરથી વીંધી નાખ્યો. આવી જ રીતે મારાથી કોઈ વધુ બળવાન માણસ કે પશુ મને વીંધી નાખે કે ફાડી નાખે તો મારી હાલત પણ આ મોર જેવી જ થાય ને? ખરેખર મને ધિક્કાર છે! મને આ રીતે કોઈનો જીવ લેવાનો કોઈ જ અધિકાર નથી.”
રાજા મોર પાસે ગયો, તેણે હળવેથી મોરના દેહમાં ખૂંપેલું તીર ખેંચી કાઢ્યું અને લોહી બંધ કરવાનો પ્રયત્ન કર્યો. મોરને પંપાળી તેની ક્ષમા માગવા લાગ્યો. રાજાની સારવાર અને પ્રેમથી મોરને કંઈક શાતા વળી. તે શુભ ધ્યાન કરવા લાગ્યો. તેનું આયુષ્ય હવે પૂરું થયું હતું. થોડીક ક્ષણોમાં તેનો આત્મા દેહ છોડી ગયો અને ત્યાંથી તે વિશાળપુર નગરમાં મનુષ્ય ભવને પામ્યો.
મોરના મડદાને ત્યાં જ રહેવા દઈ રાજા પૃથ્વીપાળ પાછો નગર તરફ આવવા નીકળ્યો. રસ્તામાં તેણે એક મુનિરાજને શિલા ઉપર બેઠેલા જોયા. રાજા તેમની પાસે ગયો. પ્રણામ કર્યા અને તેમની સામે બેઠો. મુનિએ તેને
કહ્યું:
જીવદયા એ ધર્મની જનેતા છે. આ જનેતાને દેવતાઓ પણ માને છે. આથી બુદ્ધિમાન ડાહ્યા જનો જીવદયાની વૈરિણી હિંસાનો આદર કરતા નથી.”
મુનિના મુખેથી આ વાત સાંભળી રાજા વિચારમાં પડી ગયો, “શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org