________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૨૮
માટે જ ઉદ્યમી છો ત્યારે શા માટે વૃથા અન્યની નિંદા કરો છો?' પછી કરકંડુ મુનિ સર્વને ઉદ્દેશીને બોલ્યા “મોક્ષની ઇચ્છાવાળા મુનિઓને અહિતથી રોકનારા સાધુને નિંદક શી રીતે કહેવાય?’’ કેમ કે ‘ક્રોધથી પરનો દોષ કહેવો તે નિંદા કહેવાય છે, તેવી નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા મુનિઓએ કોઈની પણ કરવી નહીં. પણ હિતબુદ્ધિથી કોઈ શિખામણ આપવી તે નિંદા કહેવાતી નથી. માટે તેવી શિક્ષા સામો માણસ કોપ કરે તોપણ શિખામણ આપવી.’
આ પ્રમાણે કરઠંડુ મુનિએ ઉપદેશ આપ્યો, તે ત્રણે મુનિઓએ હર્ષથી અંગીકાર કર્યો; અને કરકંડુ મુનિએ શરીરને ખણવાનો ત્રિવિધે ત્રિવિધે` ત્યાગ કર્યો. દ્વિમુખ મુનિએ વિચાર્યું : ‘મેં સાધુ થઈને પણ કરકંડુ મુનિને ખંજવાળતા જોઈને તેમની નિંદા કરી તે મેં યોગ્ય કર્યું નહીં, માટે આજથી મારે સમતા જ રાખવી.’
આ પ્રમાણે સર્વ મુનિઓએ પોતપોતાના વચનને સામ્યરહિતઅે અયોગ્ય માનીને વિશેષે સમતા ધારણ કરી. આથી ચારે એક સાથે કેવળજ્ઞાન પામી સાથે જ મોક્ષમાં ગયા.
દાદા તારી મુખમુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો
તારા નયનોમાંથી ઝરતું દિવ્યતેજ હું ઝીલી રહ્યો
ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો.
卐
છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી શ્રી વીરજીણંદની ભક્તોને છે સર્વદા સુખકરી જાણે ખીલી ચાંદની આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને જે માણસો ગાય છે
પામી સઘળા સુખ તે જગતના મુક્તિ ભણી જાય છે.
૧. ત્રણ પ્રકારે મને – વચને અને કાયા એ. ૨. સરખી રીતે નહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org