________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૪૦
હું તમારું માથું છેદી નાખીશ.”
યજ્ઞાચાર્ય એથી ડરી ગયા, તેમણે તરત જ યજ્ઞના સ્તંભ નીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બહાર કાઢીને બતાવી. એ પ્રતિમા જોઈ શય્યભવ શાંતરસમાં લીન થઈ ગયો. એ પ્રતિમા લઈ તે ફરી પાછો પ્રભવસૂરિ પાસે પહોંચ્યો અને તેનું સ્વરૂપ વગેરે પૂછ્યું.સૂરિજીની પ્રેરક દેશનાથી શય્યભવે મિથ્યાત્વ છોડી દીધું અને આશાતના ન થાય તેવા સ્થળે જિનપ્રતિમાની સ્થાપના કરી. તે પછી શય્યભવે જિનધર્મની દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પર્યાયમાં તેમણે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. પૂરતી યોગ્યતા આવી જતાં પ્રભવસૂરિએ શય્યભવસૂરિને પોતાની પાટે સ્થાપિત કર્યા.
શષ્યભવે દીક્ષા લીધી ત્યારે તેની પત્ની સગર્ભા હતી. ગર્ભકાળ પૂરો થતાં પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મનક રાખ્યું. મનક શેરીમાં રમવા લાગ્યો ત્યારે બાળકો એને નબાપો કહીને તેનું અપમાન કરતાં અને ચીડવતાં. મનકે માતાને પૂછ્યું : “મારા પિતા કોણ છે અને ક્યાં છે?' માતાએ અશ્રુભીની આંખે બધી માંડીને વાત કરી અને કહ્યું, ‘હાલ તે પાટલીપુત્ર નગરમાં છે.”
માતાની આજ્ઞા લઈ મનક પાટલીપુત્ર આવ્યો. નગરમાં ફરતાં તેણે મુનિઓના એક સમૂહને જોયો. તેમાંથી એક મુનિને પૂછ્યું, “તમારામાંથી શય્યભવ મુનિ કોણ છે?'
શય્યભવ મુનિએ તેને શ્રુતજ્ઞાનના ઉપયોગથી ઓળખી કાઢ્યો અને ઉપાશ્રયમાં લાવી ઉપદેશ આપીને તેને દીક્ષા આપી, જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે મનકનું આયુષ્ય માત્ર છ માસનું છે. આથી પુત્રનો ઉદ્ધાર કરવાના શુભાશયથી શય્યભવસૂરિએ દ્વાદશાંગીમાંથી ચીંતન મનન કરી દશવૈકાલિક સૂત્રની રચના કરી પુત્રને ભણાવ્યો.
આયુષ્ય પૂર્ણ થતાં બાળમુનિ કાળધર્મ પામ્યા. તે સમયે સૂરિની આંખ અશ્રુભીની જોઈને એક શિષ્યે પૂછ્યું : “ગુરુદેવ! આપની આંખમાં મૃત્યુના શોકનાં આંસુ! આપના જેવા જ્ઞાની, ત્યાગી મોહમાં તણાઈ આમ આંસું સારે તો પછી અમારાથી સમતાભાવ કેવી રીતે જળવાશે?''
આંસું લૂછતાં સૂરિએ કહ્યું, “વત્સ! મારાં આંસું મોહનાં કે મૃત્યુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org