________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪૧
વેદનાનાં નથી. આ મારા પુત્રનું આયુષ્ય ટૂંકું હતું. ટૂંકા આયુષ્યમાં પણ ચારિત્ર્યધર્મની સુંદર આરાધના કરી તે સ્વર્ગે ગયો તેના હરખથી આજે મારી આંખો અશ્રુથી ભીંજાઈ છે. તેનું આયુષ્ય લાંબું હોત તો તે સ્વર્ગથી વધુ મહત્ત્વનું પદ પ્રાપ્ત કરી શકત ને? એ વિચારથી ખેદનાં આંસું મારી આંખમાંથી દદડી રહ્યાં છે.”
આ સાંભળી સૌને વિષાદ અને વિસ્મયની અનુભૂતિ થઈ. એકે વિનયથી કહ્યું, “ગુરુદેવ! આ બાળમુનિ આપના પુત્ર હતા એવી જાણ અમને કરી હોત તો અમે વૈયાવચ્ચ કરત.”
સૂરિજીએ ગંભીરતાથી કહ્યું : “વત્સ! એવી જાણ કરી હોત તો તેનું આત્મહિત ન સધાત”
શäભવસૂરિની આ કથા વાંચીને જિનપ્રતિમાની પૂજા કરવામાં, સ્તુતિ કરવામાં સજાગ બનવાનું છે. જિનપ્રતિમાને ચિત્તમાં ધારવાથી તેમના જીવનનો ઉદ્ધાર થઈ ગયો તેમ આપણો પણ ઉદ્ધાર થઈ શકે છે. આથી હંમેશાં જિનપ્રતિમાના ઉપકારોને ચિત્તમાં ધારણ કરવા.
દયા સિંધુ, દયા સિંધુ, દયા કરજે દયા કરજે મને આ જંદિરોમાંથી હવે જલ્દી છૂટો કરજે.
નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની વાળા
વર્ષાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝાવજે બધી શક્તિ વિરામી છે, તુંહી આશે ભ્રમણ કરતા પ્રભુતાના કટોરાથી, ભીતરની પ્યાસ છીપાવજે.
ધવાયા મોહની સાથે, નયનથી આંસુડા સારે
રૂઝાવી ઘા કલેજાનાં, મધુરી વાસના ભરજે. પૂરાયો હંસ પિંજરમાં, ઊડીને ક્યાં હવે જાશે. ભલે સારો અગર બૂરો, નિભાવ્યો તેમ નિભવજે
કરે પોકાર હું તારા, જપું છું, રાતદિન પ્યારા વિનંતી ધ્યાનમાં લઈને, દુઃખી આ બાળ રીઝવજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org