________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૫૦
પુષ્પવૃષ્ટિ કરી અને મૂળ સ્વરૂપે પ્રકટ થઈ બોલી, “રાજન! તમારા દઢ નિયમને ધન્ય છે! તમારા મહિમાથી અમારું મિથ્યાત્વ નાશ પામ્યું છે.”
ત્યાર પછી સૂર્યયશા આરિસા ભવનમાં જ, પોતાના પિતાની જેમ, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
સૂર્યપશાના જીવનમાંથી પ્રેરણા લઈને ભવ્ય જીવોએ પર્વના દિવસે પૌષધ કરવાનો અતૂટ નિયમ જાળવવો. તેવા નિયમપાલનથી આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે.
કરૂણા ના કરનારા હે-કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા, તારી કરૂણા નો કોઈ પાર નથી મેં પાપો કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા,
..તારી હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળી ને સવળી કરનારા,
..તારી હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા વિષને અમૃત કરનારા કદી છોરૂ કછોરૂ થાયે, તું તો માહિતર કહેવાય શીળી છાયાના દેનારા,
..તારી મળે જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો ઓ મારા સાચા ખેવનહારા,
...તારી છે મારું જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી મારા દીલમાં હે રમનારા
..તારી
...તારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org