________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૯
તમે કહો તો રાજપાટ સઘળું છોડી દઉં પણ હું મારો સ્વધર્મ નહિ છોડી શકું.”
તો અમે કાલે આગમાં જીવતાં બળી મરીશું.” છંછેડાઈને રંભાઉર્વશીએ કહ્યું.
સૂર્યયશા આથી મનની શાંતિ ખોઈ બેઠો. તેણે ઊંચા અવાજે કહ્યું, “લાગે છે કે તમે કોઈ વિદ્યાધરની કન્યાઓ નથી, કોઈ ચાંડાળ કુળની પુત્રીઓ છો. નીચ કુટુંબના માણસો જ ધર્મમાં અંતરાય ઊભો કરે છે; અને હું પૌષધ કરું તેમાં તમારે આત્મહત્યા કરવાની શી જરૂર છે?”
તમે તે વચનના બદલામાં બીજું ગમે તે માગો. હું તે જરૂરથી આપીશ.”
“પ્રાણેશ! તમારા ઉપર અમને અતૂટ સ્નેહ છે. તપસ્યાથી તમારા દેહને કોઈ કષ્ટ ન પડે તેવા શુભ હેતુથી અમે તમને પૌષધ ન કરવા કહીએ છીએ. આથી તમારે ગુસ્સે થવાનું કોઈ કારણ નથી. અમે અભંગ સુખ માગીએ છીએ અને તમે વચનભંગ થઈ તે સુખ ખંડિત કરો છો. અમે તો હજીયે પ્રાર્થના કરીએ છીએ કે કાલે પૌષધ કરવાનું માંડી વાળો અને અભંગ સુખ અમને આપો; અને જો તેમ ન કરી શકો તેમ હો તો જે જિનેશ્વર ભગવંત સમક્ષ તમે અમને વચન આપ્યું હતું તે જિનાલયને તોડી નાખો કે જેથી તેને જોઈને અમને તમારા વચનભંગની કોઈ કડવી યાદ ન આવે.”
જિનાલયને તોડી નાંખવાનું?” – આ સાંભળતાં જ રાજા સૂર્યપશાના હૈયે વજાઘાત થયો. મૂર્છાથી તે ભોંય પર પડી ગયો. ઉપચારથી ભાનમાં આવતાં તે બોલ્યો, “તમે સાચે જ અધમ સ્ત્રીઓ છો. મેં તમને કંચન ધારી હતી પણ તમે કથીર નીકળી. ખેર, જેવાં મારાં ભાગ્ય. પણ હવે તમે ધર્મનો લોપ ન થાય તેવું કંઈ પણ માગો, જેથી તે આપીને હું વચનભંજક ન ગણાઉં.”
“તો તમે તમારા પુત્રનું મસ્તક છેદીને અમને આપો.” અપ્સરાઓ બોલી.
ભદ્ર! શા માટે બીજા કોઈની જીવહિંસા માગો છો? જોઈએ તો તમે મારું જ મસ્તક લઈ લો.” એમ કહીને સૂર્યયશા તુરત જ ખગ કાઢી પોતાનું મસ્તક છેદવા લાગ્યો. પણ ત્યાં જ ખર્ગ ખંભિત થઈ ગયું. રાજાએ બીજું પગ લીધું તે પણ ખંભિત થઈ ગયું. આમ ઘણી વખત તેણે પોતાનું મસ્તક છેદવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સફળ ન થયો.
છેવટે સૂર્યયશાની નિયમમાં દૃઢ અને અવિચળ શ્રદ્ધા જોઈ રંભા-ઉર્વશીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org