________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૮
દેહધારી રંભા અને ઉર્વશીએ સૂર્યયશા સાથે લગ્ન કર્યા. રાજા સાથે સંસારનો સુખોપભોગ કરતી સ્વર્ગની અપ્સરાઓએ એક દિવસ પડતનો અવાજ સાંભળ્યો. તેઓએ રાજાને પૂછયું, “સ્વામી! આ શેનો અવાજ સંભળાય છે?”
સૂર્યયશાએ કહ્યું, “પ્રિયે! આ ધર્મપડતનો અવાજ છે. આવતી કાલે અષ્ટમીનો પર્વનો દિવસ છે. પર્વના દિવસે નગરનો કોઈ પણ પ્રજાજન દળણ, ખંડન, રંધન, અબ્રહ્મસેવન, જ્ઞાતિભોજન, તિલ વગેરેનું પલણ, રાત્રિભોજન, વૃક્ષછેદન, ઈટ તથા ચૂનો પકાવવા માટે અગ્નિ પ્રજવલન, શાકભાજી ખરીદવી વગેરે કોઈ પણ જાતનો પાપવ્યવહાર કરશે નહીં, તેમ જ કરાવશે નહીં. બાળકો સિવાય લગભગ બધાં જ કાલે ઉપવાસ કરશે. ઉપરાંત અનેક રાજાઓ તથા પ્રજાજનો પર્વનો દિવસ હોવાથી પૌષધ કરશે. હું પણ કાલે પૌષધશાળામાં રહીને ધર્મની આરાધના કરીશ.” - રંભા અને ઉર્વશી જે તકની રાહ જોતી હતી તે તક તેમને મળી ગઈ. સૂર્યપશાનો ખુલાસો સાંભળતાં જ બંને મૂચ્છિત થઈ ગઈ. રાજાએ તરત જ તેમની યોગ્ય સારવાર કરી થોડું સ્વસ્થ થયા બાદ બંનેએ કહ્યું, “પ્રાણેશ! અમને તમારા ઉપર એટલો બધો પ્રેમ છે કે આવો તમારો વિરહ અમારા માટે અસહ્ય છે અને તમે કાલે આખો દિવસ અમારાથી દૂર રહેવા માગો છો? ના નાથ! ના. અમારાથી તમારો વિરહ જિરવાશે નહીં. સંભવ છે કે તમારા વિરહથી તરફડીને અમારું મૃત્યુ પણ થઈ જાય. માટે અમારી પ્રાર્થના સ્વીકારો અને કાલે પૌષધ કરવાનું માંડી વાળો.” - સૂર્યયશાએ તેના જવાબમાં જણાવ્યું, “દેવીઓ! મારા માટેનો તમારો પ્રેમ હું જોઈ શકું છું. પરંતુ નિત્ય આનંદ આપતા ધર્મને હું છોડી શકું તેમ નથી. સ્વર્ગનું સુખ સુલભ છે, પરંતુ જિન ધર્મ મળવો અત્યંત દુર્લભ છે. પર્વના દિવસે પૌષધ કરવાનો મારો નિયમ છે. નિયમભંગ કરી મારો ભવ હું એળે જવા દેવા નથી માંગતો.” આ સાંભળી રંભા-ઉર્વશી બોલી, “નાથ! આમ કહેતાં તમે કેમ ભૂલી જાઓ છો કે લગ્ન વખતે તમે અમને અમારું કહ્યું કરવાનું વચન આપ્યું હતું? અમે તમને પૌષધ કરવાની ના કહીએ છીએ છતાંય પૌષધ કરીને શું તમે વચનભંગ થવા માગો છો?” - સૂર્યયશાએ કહ્યું, “રૂપાંગનાઓ! તમને વચન આપ્યું હતું એ ખરું, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org