________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૦
પામર માનવની આટલી પ્રશંસા? અમે જોઈશું તેની દઢતા. અમારું સૌંદર્ય જોશે તો મોહ પામી જશે અને એની શ્રદ્ધા ક્યાંય ફેંકાઈ જશે.”
રંભા અને ઉર્વશી માનવસ્ત્રીનું રૂપ ધરીને વિનીતા નગરીમાં આવી. આવીને સીધી શક્રાવતાર જિનમંદિરમાં ગઈ. ત્યાં જઈને વિણાના મધુર સૂર સાથે પોતાના કોકિલ કંઠે જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરવી લાગી. મંદિરનું વાતાવરણ ભક્તિતરબોળ બન્યું.
સમય થતાં પૌષધ પાળીને સૂર્યયશા પરિવાર સહિત દર્શન કરવા માટે આ ચૈત્યે આવી પહોંચ્યો. ચૈત્યને જોતાં વાહનમાંથી તે નીચે ઊતર્યો. મુગટ, છત્ર અને ચામર બાજુએ મૂક્યાં અને ઉઘાડા પગે ચૈત્યમાં દાખલ થયો. ત્યાં તેણે આ ભક્તિમય અને તાલબદ્ધ સંગીત સાંભળ્યું. તેણે પરમાત્માની સ્તુતિ કરી. બહાર નીકળતાં તેની નજર નૃત્યગાન કરતી બે યુવતીઓ ઉપર ગઈ, પરંતુ જિનાલયમાં એવી નજર કરવી વ્યર્થ છે એમ સમજી તેણે તે અંગેના તમામ વિચારો બળપૂર્વક છોડી દીધા. મહેલમાં પાછા ફરી તેણે એ યુવતીઓની માહિતી મંગાવી. મંત્રી યુવતીઓ પાસે આવ્યો. તેમનો પરિચય પૂછ્યો. યુવતીઓએ કહ્યું,
અમે બંને વિદ્યાધરની પુત્રીઓ છીએ. અમે અમારું વચન પાળનાર અને અમારું કહ્યું કરનાર એવા પતિની શોધમાં છીએ. કેટલાય વખતથી અમે આવા પતિને શોધીએ છીએ પણ હજુ તેવો પુરુષ અમને મળ્યો નથી. હવે અમે આશા છોડી દીધી છે. આથી અહીંથી અમે અમારા સ્થાને જઈશું.”
મંત્રીએ કહ્યું, “સુકન્યાઓ! તમે નિરાશ ન થાઓ. તમારી ઇચ્છાઓ પૂર્ણ કરે એવો પુરુષ આ નગરીમાં છે. નગરીનો રાજા સૂર્યપશા. ઋષભદેવ પ્રભુના પૌત્ર થાય છે અને ચક્રવર્તી ભરતરાજના જયેષ્ઠ પુત્ર છે. તે રૂપવાન, ગુણવાન અને બળવાન છે. તેમના જેવો કોઈ પુરુષ ત્રણે ભુવનમાં શોધતાં નહીં જડે. તમે તેમને તમારો ભરથાર કરો. તમારા વચનનું તે કદી ઉલ્લંઘન નહિ કરે; કારણ કે એક વખત પ્રતિજ્ઞા લીધા પછી તે પ્રતિજ્ઞાભંગ કદી નથી કરતા. યુવતીઓ (રંભા અને ઉર્વશી)એ કહ્યું, “અમારા વચનનું તે ઉલ્લંઘન નહીં કરે તેની ખાતરી શી?”
મંત્રીએ કહ્યું, “મારા રાજા વતી હું તમને ખાતરી આપું છું કે સૂર્યયશા રાજા તમારા વચનનું કદી ઉલ્લંઘન નહિ કરે.” મંત્રીનું વચન મળતાં આ માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org