________________
રાજ સૂર્યયશા
છે અહી.
પ્રભુ ઋષભદેવના જયેષ્ઠ દીકરા ભરત ચક્રવર્તીનો જયેષ્ઠ પુત્ર તે સૂર્યપશા. દસ હજાર રાજાઓનો તે અધિપતિ હતો. વિનીતા નગરીનાં નગરજનોનું તે નીતિથી પાલન કરતો હતો. શક્રાવતાર નામના શ્રી ઋષભદેવ પ્રભુના ભવ્ય જિનાલયમાં રોજ સવારે સેના સહિત જવાનો તેનો નિયમ હતો. આ ઉપરાંત, તેને અનેક રાજાઓ અને બીજા અનેક પરિજનો સાથે પાક્ષિકના દિવસે પૌષધ કરવાનો નિયમ હતો. પાક્ષિકના દિવસે તે પોતે તો કોઈ આરંભસમારંભ કરતો નહીં પરંતુ બીજા નાગરિકો પણ તે દિવસે આરંભસમારંભ ન કરે તેવો આગ્રહ રાખતો. સંજોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ પરંતુ પાક્ષિકના દિવસે પૌષધ કરવાનું તે ક્યારે પણ ચૂકતો નહીં.
એક દિવસ સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠાં બેઠાં અવધિજ્ઞાનથી પર્વ સંબંધી સૂર્યપશાનું દઢ મન જોયું. આથી તેણે મનોમન પ્રશંસા કરી અને મસ્તક નમાવી ભાવથી સૂર્યયશાને નમસ્કાર કર્યા. ઈન્દ્રસભામાં એ વખતે સંગીત અને નૃત્યનો સારો જલસો જામ્યો હતો. રંભા અને ઉર્વશી બીજી ગંધર્વીઓ સહિત સંગીત-નૃત્યમાં મશગૂલ હતી. તે વખતે સૌધર્મેન્દ્રને આમ અચાનક માથું નમાવતા જોઈ અપ્સરાઓએ ઈન્દ્રને પૂછ્યું, “સ્વામી! મૃત્યુલોકના વૃદ્ધ આદમીની જેમ તમે માથું કેમ ઘુણાવ્યું? શું અમારા નૃત્યતાલમાં કંઈ ભૂલ થઈ છે?”
ઈન્દ્ર જવાબ આપ્યો, “મેં માથું ધુણાવ્યું નથી, પણ માથું નમાવ્યું હતું. મૃત્યુલોકમાં ભરત ચક્રવર્તીના જયેષ્ઠ પુત્ર સૂર્યપશાની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા જોઈને અહીં બેઠાં બેઠાં મેં ભાવથી તેમને વંદના કરી છે. તેઓ પોતાના વ્રતનિયમોમાંથી કદી ચલિત થતા નથી. વ્રતનિયમોમાં હંમેશાં અટલ અને અડગ રહે છે. આથી બીજા અનેક લોકો તેમના સંગથી આરાધનામાં જોડાય છે. આથી આવા દૃઢ શ્રદ્ધાળુ સૂર્યપશાને મેં ભાવથી વંદના કરી છે.”
રંભા અને ઉર્વશી તરત જ બોલી ઊઠી, “અન્ન અને પાણી ઉપર જીવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org