________________
જૈન શાસનના ચમકતા સિતારા ૯ ૪૦
થઈ જાય તે પહેલા ઘેર પાછા આવતા રહેવું.”
પ્રધાને આ આજ્ઞા વધાવી લીધી. દરરોજ રાજ્ય-કાજથી પરવારી તે સાંજે વહેલો ઘેર આવવા માંડ્યો. રાજ્યસભામાંના કેટલાકોને આ વાતની ખબર પડી. દ્વેષને કારણે તેઓએ રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે આ પ્રધાન તો વધેલો છે. તેની વહુ કહે તેમ કરે છે અને તેની પત્નીની આજ્ઞા હોવાથી વહેલો રાજ્યસભામાંથી ઘેર જાય છે વગેરે વગેરે.
રાજાને વાત વિચિત્ર લાગી. પણ પ્રધાનનું પારખું કરવાનું મનથી નક્કી કર્યું. એવું તે કેમ બને કે પત્ની આગળ પ્રધાનનું કંઈ ચાલે નહીં. એટલે એક દિવસ રાજાએ પ્રધાનને રાજસભામાં કહ્યું, “આ જ જરૂરી કામ હોવાથી સાંજે તમે અત્રે રોકાઈ જજો. ખાસ અગત્યનું કામ છે.”
પ્રધાનને રાજાના કહેવાથી સાંજે રોકાઈ જવું પડ્યું. મોડી રાત સુધી રાજાએ તેને એક યા બીજી વાતો કરી રોકી રાખ્યો. એક એવું કામ સોંપ્યું કે તે પતાવતાં રાતના એક વાગ્યો. એક વાગે પ્રધાનજી ઘરે જવા નીકળ્યા. મનથી વિચારતા હતા કે કંઈ વાંધો નહીં. પત્નીને સમજાવી લેવાશે. રાજ્યની નોકરી હોવાથી કોઈ વખતે મોડું થઈ જાય. તે ઘરે પહોંચી દ્વાર ખખડાવ્યાં. પત્ની તો બારણું બંધ કરી સૂઈ ગઈ હતી. ઘણું દ્વાર ખખડાવ્યું પણ કૌમુદીએ દ્વાર ન ખોલ્યું. બૂમો મારી પ્રધાન કહેવા લાગ્યો, “કૌમુદી! રાજઆજ્ઞાથી મારે રાજ્યના કામે રોકાઈ જવું પડ્યું હતું. નોકરે શેઠની આજ્ઞા પાળવી જ જોઈએ. એટલે રાજાજીના ખાસ કહેવાથી હું રોકાણો હતો અને સૂર્યાસ્ત પહેલાં આવી ન શક્યો. આજનો દિવસ માફ કર. અને કૃપા કરીને કમાડ ખોલ.” આવી રીતે પ્રધાન ખૂબ કરગર્યો ત્યારે ધૂંઆપૂંઆ થયેલી કૌમુદીએ દ્વાર ખોલ્યાં અને કહ્યું, “તમને મારી આજ્ઞાનો ભંગ કરતાં શરમ ન આવી? રાજની આજ્ઞા મહાન કે મારી આજ્ઞા મહાન? તમે રાજાને પરણ્યા છો કે મને? આ નહિ ચાલે.” પ્રધાને ગદ્ગદ થતાં બહુ જ નમ્રતાથી કહ્યું, “દેવી! તારા માટે બધું કરવા તૈયાર છું. પણ રાજ્યની નોકરી છે તેથી રાજાની આજ્ઞાનું તો પાલન મારે કરવું પડે. હું મારી મરજીથી રોકાયો ન હતો. આ વખતે મને માફ કર.” ત્યારે કૌમુદીએ કહ્યું, “માફ નહીં થાય. મારી આજ્ઞા વિરુદ્ધ ચાલનાર પતિ હવે મારે ન જોઈએ. હું તો અત્યારે ને અત્યારે જ મારા પિયર ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org