________________
-
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૧
જાઉં છું.”
મધરાતે કૌમુદી વસ્ત્રાભૂષણ સજીને પતિનું ઘર છોડીને જવા તૈયાર થઈ. પતિ સમજી ગયો કે હવે આ જીદી સ્ત્રી કોઈ રીતે સમજે તેમ નથી. એટલે કહ્યું, “કૌમુદી! તારા પિતાને ત્યાં જવું હોય તો જા. પણ અત્યારે મધરાત્રે જવાનું રહેવા દે. સવારમાં ઊઠીને જજે”, પણ કૌમુદી માની નહીં અને કહે કે “ના હું તો અત્યારે જ ઘર છોડી ચાલી જાઉ છું.” એમ કહી પતિનું ઘર છોડી ચાલી નીકળી. ક્રોધમાં બળી રહેલી કૌમુદી કોઈ રીતે માની નહીં. તેને એ પણ વિચાર ન કર્યો કે મારું રૂપ અને આ વસ્ત્રાભૂષણ જોઈ રાત્રે કોઈ ગુંડાઓ મળશે તો? તેનો સમજુ પતિ તેની સાથેસાથે ચાલવા લાગ્યો ત્યારે કૌમુદીએ ક્રોધીત સ્વરે કહ્યું, “ખબરદાર! જો મારી સાથે કે પાછળ આવ્યા છો તો. હું એકલી જઈશ.” છેવટે પતિ પાછો વળ્યો. રસ્તામાં ચોરો મળ્યા. સુંદર અને અલંકારોથી સજ્જ સ્ત્રી છે. વળી, સાથે પણ કોઈ નથી. આવો અવસર ક્યારે મળે! ચોરોએ એને પકડી લીધી અને પોતાના આગેવાન પલ્લીપતિને સોંપી. આ સ્ત્રીનું લાવણ્ય જોઈ પલ્લી સરદાર એના ઉપર મોહિત થયો અને સમય જોઈએ કૌમુદીને કહે છે, “હે સુંદરી! તારું સુંદર મજાનું રૂપ અને મારું થનગનતું યૌવન-એ બન્નેનો સુંદર સુયોગ મળ્યો છે. એ સુયોગને આપણે વધાવી લઈએ.”
આ કૌમુદી ભયંકર ગુસ્સેબાજ અને અહંકારનો અવતાર હતી. એક જ વખત પોતાની આજ્ઞાનું પાલન ન થયું તો મધરાતે પતિને છોડીને ચાલી નીકળી અને ચોરોના હાથમાં સપડાઈ ગઈ. પણ એ પૂર્ણ ચારિત્રવાન નારી હતી. શીલગુણની મૂર્તિસમાન કૌમુદીએ ચોરોના સરદારને સાફ શબ્દોમાં સાંભળાવી દીધું, “હે પાપી! આર્યાવર્તના ઉત્તમ સંસ્કારને વરેલી હું એક પરણેલી સન્નારી છું. મારા પતિ સિવાય કોઈ પુરુષનો સ્પર્શ મારા શરીરને નહિ થવા દઉં.” પલ્લીપતિએ વિચાર્યું કે આ બાઈ કળથી સમજે તેમ નથી હવે તો બળથી જ કામ લેવું પડશે. એટલે તેણે કૌમુદી પાસે સખ્ત મહેનતનું કામ લેવા માંડ્યું. કામ કરવામાં વાર લાગે તો ઢોર માર મારવા લાગ્યો. છતાં, કૌમુદી સરદારની ઈચ્છાને આધીન ન થઈ અને સાફ શબ્દોમાં કહ્યું કે “હે નરાધમ! તું મારા શરીરના ટુકડેટુકડા કરીશ તો પણ હું જીવતા મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org