________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૬
નગરશ્રેષ્ઠીને ત્યાંથી પિતા અપમાનિત થઈને પાછા આવ્યા હતા તે તેને યાદ આવ્યું. પણ ગમે તેમ તરંગવતી મને મળવા તલસી રહી છે જાણી સારસિકાને જણાવ્યું, “હે ઉત્તમે! જા, તારી સખી તરંગવતીને કહે કે તે મને જલદી મળે. હું એના વિના જીવી શકું એમ નથી.’’ પિતાજીએ જ્યારે સમાચાર આપ્યા હતા કે નગરશેઠ પોતાની દીકરી પદ્મદેવ સાથે પરણાવવા રાજી નથી ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તરંગવતી ચોક્કસ આ ભવે મળશે જ; અને કોઈ સંજોગોમાં તે ન મળે તો જીવીને શું કરવું છે? ન જીવવાનો પણ તેણે નિર્ણય કરી લીધો હતો. સારસિકાએ આપેલ પત્ર વાંચી પદ્મદેવને ઘણી આશા બંધાઈ કે મોટા ભાગે તરંગવતી કે જેની સાથે ગયા ભવની પ્રીત છે તે મળશે જ.
પદ્મદેવે પણ પ્રેમપત્ર તરંગવતી માટે લખ્યો :
‘હે કમલાક્ષી! હે પ્રિયે! તારી કુશળતાના સમાચાર સાંભળી હું આનંદિત થયો છું. હું કામદેવના તીવ્ર બાણથી વીંધાયો છું. તે કારણથી, જ્યાં સુધી તું દૂર છે ત્યાં સુધી મારું શરીર સ્વસ્થ નથી. હે સુલક્ષણા! સંબંધીઓ અને મિત્રોની સહાયથી નગરશ્રેષ્ઠીનું મન હું રાજી ન કરું અને જ્યાં સુધી મારા પિતાની ઇચ્છા અને પરમાત્માની કૃપાથી શુભ ઇચ્છિત સિદ્ધ ન થાય ત્યાં સુધી ધૈર્ય રાખજે.’’
આ વાંચી તરંગવતી રાજી થઈ. તેને થોડી મૂંઝવણ પણ થઈ. હવે ધૈર્ય શી રીતે ધરાય? હવે તો ઇચ્છિત સિદ્ધિ શીઘ્ર મેળવવી જ રહી – તેવા વિચારથી તરંગવતીએ સખી સારસિકાને કહ્યું, “હે સખી! તું મને પદ્મદેવના મહેલે લઈ જા. હું મારા પ્રાણપ્રિયને મળીને મારે હવે શું કરવું તેનો નિર્ણય કરીશ.’’
સારસિકા તો તૈયાર જ હતી. “ચાલ સખી! અત્યારે જ મારી સાથે ચાલ.
હું તને પદ્મદેવના મહેલે પહોંચાડી તારા પરભવના સ્વામી અને આ ભવના તારા ઇચ્છિત વરનો મેળાપ કરાવી આપું.”
તરંગવતી સારસિકાની સાથે પહોંચી પદમદેવના નિવાસે. બન્ને અંદર પ્રવેશ્યાં. તેનો ચહેરો રક્તવર્ણો બની ગયો હતો.
દર્શન! નાથનું પ્રથમ દર્શન! દર્શનની તરસ અને આ તરસ આજે જ, અત્યારે જ બુઝાવવી હતી અને બન્ને પહોંચ્યાં. જ્યાં પદ્મદેવ બેઠો હતો ત્યાં. સારસિકાએ કહ્યું, “જો, સખી જો જો! તારા પ્રેમદેવતાને!’’
તરંગવતી જોઈ રહી. તે હર્ષવિભોર બની ગઈ. બન્નેએ એકબીજાને જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org