________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૭
લીધાં. પદ્મદેવે બાજુમાં મિત્રો હતા તેમને પોતાને ઊંઘ આવે છે એવું બહાનું બતાવી રજા આપી અને તરંગવતીની સામે આવી તે ઊભો રહ્યો. તરંગવતી અતિ નમ્રતાથી તેના ચરણોમાં ઝૂકી ગઈ, પ્રણામ કર્યા અને તરત જ પદ્મદેવે તેને ઊભી કરી અને પોતાની વજ જેવી છાતી સાથે ચાંપી દીધી.
પદ્મદેવે કહ્યું, “પ્રિયા! તું આવી છે અત્યારે રાત્રે. તારા પિતાજી જાણશે તો તે ક્રોધિત થશે. તેઓ શક્તિમાન છે. ક્રોધને કારણે તે મારા સમગ્ર કુટુંબનો નાશ કરાવશે. માટે તું સત્વરે પાછી તારા પિતા પાસે પહોંચી જા.”
આ વાત થતી હતી ત્યારે રસ્તે પસાર થતો કોઈ માણસ બોલ્યો, “સ્વેચ્છાએ આવેલી સ્ત્રી, યૌવન, અર્થસંપત્તિ, રાજલક્ષ્મી, વર્ષા અને મિત્રોનો આનંદ - આનો જે માણસ તિરસ્કાર કરે છે, તેને ભોગવતો નથી તેના મનોરથ ક્યારેય સિદ્ધ થતા નથી.”
આ વચન સાંભળીને પ્રિયના મન પર અસર થઈ. તેણે કહ્યું, “....અને જો તારી ઇચ્છા હોય તો એક ઉપાય છે.”
શો?” તરંગવતી આનંદસહ બોલી ઊઠી. આ રાજ્યની હદ છોડીને દૂર દૂર જતાં રહીએ.”
તરંગવતી કહે, “ચાલો! હે નાથ જ્યાં તમે ત્યાં હું. હું મક્કમ છું. ગમે તેટલાં દુઃખો, સંકટો કે આપત્તિઓના પહાડ તૂટી પડશે તો પણ હું તમારી સાથે જ રહીશ.”
પદ્રદેવે વિચાર્યું એમને એમ ખાલી હાથે ન જવાય. તેણે જરૂરી ધન સાથે લઈ લીધું. સારસિકા તરંગવતીનો ઈશારો સમજી તેના અલંકારો લેવા તેના ઘરે ગઈ. પદ્મદેવે હવે ઉતાવળ કરવા કહ્યું, વિલંબ હવે મોંઘો પડી જશે. ઓચિંતું જ વિઘ્ન આવીને ઊભું રહે તે પહેલાં અત્રેથી તરત જ નીકળી જવું એ જ ઈષ્ટ છે. તેમણે ન રાહ જોઈ સારસિકાની, ને હાથમાં હાથ પકડીને બન્ને ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં યમુના નદીને કિનારે આવ્યાં. કિનારે એક દોરડાથી બાંધેલી નાવ જોઈ. જાણે બધું પરમાત્માએ તૈયાર ન રાખ્યું હોય!
એ બન્ને નાવમાં બેસી ગયાં. તરંગવતી રોમાંચિત થઈ ઊઠી હતી. પ્રિયને પામીને તે ધન્ય બની હતી. તેના અંતઃકરણની ઇચ્છા આજે સિદ્ધ થઈ હતી. થોડી વારે નાવડું ઊભું રાખ્યું. પધદેવે તરંગવતીને પોતાની નજીક ખેંચી. તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org