________________
[૬]
રતિસુંદરી
સાકેતપુરમાં જીતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી, તે જ નગરના શ્રેષ્ઠીની પુત્રી ઋદ્ધિસુંદરી અને ત્યાંના નગરપુરોહિતની પુત્રી ગુણસુંદરી હતી. આ ચારે સખીઓ સુંદર અને રૂપાળી .હતી; શ્રાવક ધર્મ પાળનારી હતી; પરસ્પર પ્રેમવાળી હતી. દરરોજ દહેરાસરે, ઉપાશ્રયે એકઠી મળી ધર્મગોષ્ઠી કરતી હતી. ધર્મક્રિયા કરતાં પરપુરુષ ત્યાગવાનો નિયમ તેમણે લીધો હતો.
નંદપુરનો રાજા રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. ઘણાને ઘેલું કરે તેવું રતિસુંદરીનું રૂપ અને લાવણ્ય હતું. આ વાત હસ્તિનાપુરના રાજાએ સાંભળી. તેણે નંદપુરના રાજા પાસે દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળી નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સાધારણ માણસ પણ પોતાની પત્ની બીજાને આપતો નથી. તો હું શી રીતે મારી પત્નીને આપું? માટે તું તારા સ્થાને ચાલ્યો જા.'' તે સાંભળી દૂતે જઈને પોતાના રાજાને સર્વ વાત કહી. તેથી રાજાએ નંદપુર પર ચઢાઈ કરી. બન્ને રાજાઓનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાનો જય થયો. તે રતિસુંદરીને બળપૂર્વક લઈને પોતાના નગરમાં આવ્યો. પછી તેણે રતિસુંદરીને મનાવવા ઘણી કોશિશ કરી. ત્યારે રતિસુંદરીએ કહ્યું કે “મારે ચાર માસ સુધી શીલવ્રત છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે ચાર માસ પછી તે મારે જ આધીન છે, ક્યાં જવાની છે? આમ વિચારી તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. રતિસુંદરી હંમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના પરથી જરા પણ ઓછો થયો નહીં.
એક દિવસે રાજા બોલ્યો : 'હે ભદ્રે! તું હંમેશાં મને ઉપદેશ આપે છે. તું તપ વડે અતિકૃશ થઈ ગઈ છે તેમ જ શરીર પરથી સર્વ શ્રૃંગાર તેં કાઢી નાખ્યા છે. તોપણ મારું મન તારામાં અતિ-આસક્ત છે. તારાં બીજાં અંગોનાં તો હું શું વખાણ કરું? પરંતુ એક તારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.” તે સાંભળીને તિસુંદરીએ પોતાનાં નેત્રોને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org