________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૦
શીળલોપનું કારણ જાણ્યું. તેણે તરત જ રાજાની સમક્ષ છરી વડે પોતાનાં બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં ધર્યા. આ જોઈ રાજાને અત્યંત ખેદ થયો. તે પસ્તાવા લાગ્યો. રાજાનું દુઃખ જોઈને રતિસુંદરીએ તેને ધર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોધ પામીને તેને ખમાવી. “મારા માટે આ સ્ત્રીએ પોતાનાં બન્ને નેત્રો કાઢી આપ્યાં!' – આ સમજથી તે ઘણો દુઃખી થયો. રાજાનું દુઃખનિવારણ કરવા રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. દેવતાએ તત્કાળ આવીને રતિસુંદરીને નવાં નેત્રો આપ્યાં. રાજાના આગ્રહથી કેટલાક દિવસ ત્યાં રોકાયા પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. કાળે કરી મૃત્યુ થતાં સદ્ગતિ પામી.
શંખેશ્વર સ્વામી ૐ શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતર્યામી,
તમને વંદન કરીયે, શિવ સુખના સ્વામી....ઉઠે મારો નિશ્ચય એક સ્વામી, બનું તમારો દાસ,
તારા નામે ચાલે, મારા શ્વાસો શ્વાસ...૩ૐ દુઃખ સંકટને કાપો, સ્વામી વિંછીતને આપો,
પાપ અમારા હરજો, શિવ સુખ ને દેજો...ૐ નિશ દિન હું માનું છું, સ્વામી તુમ શાસન સેવા,
ધ્યાન તમારું ધ્યાવું, સ્વીકારજો સેવા....૩ૐ રાત દિવસ ઝંખું છું, સ્વામી તમને મળવાને,
આતમ અનુભવ માગું, ભવદુઃખ ટળવાને...ૐ કરૂણાના છો સાગર, સ્વામી કૃપા તણા ભંડાર,
ત્રિભુવન ના છો નાયક, જગના તારણહાર..ૐ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org