________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૮
કરો મને દેવી! અજ્ઞાનના કારણે મને કંઈ ખબર ન પડી. હવે હું પ્રથમ શ્રાવકધર્મનું પાલન કરીશ અને પછી દીક્ષા લઈશ. પરંતુ તે પહેલાં મારા ઉપર એક ઉપકાર કરો. આ ખાડામાંથી બહાર કાઢી મારા ઉપર કનકધ્વજ પ્રસન્ન થાય તેમ કરો.”
પોટિલાદેવીએ કનકધ્વજ પ્રસન્ન કરાવ્યો. તેતલિપુત્ર શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવા લાગ્યો. એક દિવસ તેણે જ્ઞાની ગુરુ ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછયો. ગુરુએ કહ્યું, “તું મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. ગુરુની પ્રેરક દેશનાથી તે દીક્ષા લીધી. અનુક્રમે તું ચૌદ પૂર્વધારી દેવ થયો. પ્રાંતે એક માસનું અનશન કરીને મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી આવીને તું તેતલિપુત્ર તરીકે જન્મ્યો છે.”
પૂર્વભવ સાંભળતાં જ તેતલિપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જાણી તેણે તરત જ ત્યાં ચારિત્ર્ય અંગીકાર કર્યું. વિશુદ્ધ આરાધના કરતાં કરતાં કાળક્રમે તે મુક્તિને પામ્યો.
આધ્યાત્મિક ભાવના જીવન ક્ષણભંગુર છે.
આયુષ્ય ચંચળ છે. પંખીઓ જેમ એક ઝાડ પર ભેગા થઈ સાંજના ઊડી જાય છે, | તેમ આ સ્નેહીઓ ક્યારે વિખૂટા પડી જશે ખબર નહીં પડે. માટે, જ્યાં સુધી આ કાયા સાજી છે, મન રાજી છે અને તારા હાથમાં બાજી છે
ત્યાં સુધી થાય તેટલો ધર્મ કરી લે. મોત ક્યારે આવશે ખબર પડતી નથી, મોતને અટકાવવાની જડીબુટ્ટી જડતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org