________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૨૫
ફળો ગ્રહણ કરીને મારા ઉપર અનુગ્રહ કરો.' આચાર્યે કહ્યું કે, ‘હે શ્રદ્ધાળુ ! આવા સચિત ફળને સ્પર્શ કરવો પણ મુનિને કલ્પે નહીં, તો તેનું ભોજન કરવું તો કેમ જ કલ્પે?” સાર્થવાહે કહ્યું, ‘અહો! તમે તો કોઈ મહાદુષ્કર વ્રતને ધારણ કરનારા છો. આવા વ્રતો પ્રમાદી પુરુષ એક દિવસ પણ ધારણ કરી શકે નહીં. તથાપિ આપ સાથે ચાલો. જેવું આપને કલ્પતું હશે તેવું અન્નાદિક હું આપને આપીશ.' આમ કહી નમસ્કાર કરી સાર્થવાહ પોતાના આવાસ પ્રત્યે ગયો. તેની પછવાડે જ બે સાધુઓ વહોરવા માટે ગયા. પણ દૈવયોગે તેના આવાસમાં સાધુઓને વહોરાવવા યોગ્ય કાંઈ પણ અન્નપાનાદિક તે સમયે હતું નહીં. સાર્થવાહે આમતેમ જોવા માંડ્યું. તેવામાં તાજા ભૃતથી ભરેલો ઘડો તેના જોવામાં આવ્યો. તે જોઈ તેણે કહ્યું, ‘આ તમારે કલ્પેશે?’ એટલે સાધુએ ‘ઇચ્છું છું' એમ કહી પાત્ર ધર્યું. પછી ‘હું ધન્ય બન્યો, હું કૃતાર્થ થયો, હું પુણ્યવંત થયો.’ એવું ચિંતવન કરવા સાથે રોમાંચિત થયેલા દેહવાળા એવા સાર્થવાહે સાધુને સ્વહસ્તે ધૃત વહોરાવ્યું. જાણે આનંદાશ્રુ વડે કરીને પુણ્યાંકુરને ઉત્પન્ન કરતો હોય તેવા તે સાર્થવાહે ધૃતદાન કર્યા પછી તે બે મુનિઓને વંદના કરી, એટલે તે મુનિઓ કલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર જેવો ધર્મલાભ” આપી નિજાશ્રમ પ્રત્યે ગયા. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ અને દુર્લભ એવું બોધીબીજ પ્રાપ્ત થયું. રાત્રે ફરીને સાર્થવાહ મુનિઓના આશ્રમમાં ગયો. ત્યાં આજ્ઞા માગી, ગુરુમહારાજને વંદન કરીને બેઠો એટલે ધર્મઘોષસૂરિએ તેને મેઘના જેવી ગિરાથી શ્રુત કેવળીના જેવી નીચે પ્રમાણે દેશના આપી :
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે અને સંસારરૂપી વનનું ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક છે. ધર્મ માતાની માફક પોષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની પેઠે ઉજ્જવળ ગુણોને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે. જીવ ધર્મથી રાજા થાય છે, ધર્મથી ચક્રવર્તી થાય છે, ધર્મથી દેવ અને ઇન્દ્ર થાય છે અને ધર્મથી તીર્થંકર પદને પણ પ્રાપ્ત કરે છે. જગતમાં ધર્મથી સર્વપ્રકારની સિદ્ધિ થાય છે. ધર્મ-દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારનો
૧. ધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org