________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩ર૬
છે. તેમાં જે દાનધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન એવા નામથી ત્રણ પ્રકારે કહ્યો છે. ધર્મને નહી જાણનારા પુરુષોને વાચના અને દેશનાદિકનું દાન આપવું અથવા જ્ઞાનનાં સાધનોનું દાન આપવું એ જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાન વડે પ્રાણી પોતાનું હિતાહિત જાણે છે અને તેથી જીવાદિ તત્ત્વોને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે. વળી જ્ઞાનદાનથી પ્રાણી ઉજવળ કેવળજ્ઞાન પામી મોક્ષ પદને પામે છે.
“મન, વચન અને કાયાએ કરીને જીવનો વધ કરવો નહીં, કરાવવો નહીં એ અભયદાન કહેવાય છે. અભયદાન દેવાથી મનુષ્ય પરભવે મનોહર શરીરવાળો, દીર્ધાયુષી, આરોગ્યવંત, રૂપવંત, લાવણ્યવાન તથા શક્તિમાન થાય છે. - “સ્થૂળ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રત જિનેશ્વરે કહ્યાં છે. દિગુવિરતિ, ભોગપભોગવિરતિ અને અનર્થદંડવિરતિ એ ત્રણ ગુણવ્રત કહેવાય છે અને સામાયિક, દેશાવગાશિક, પૌષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. સ્થાવર અને ત્રસ્ત જીવોની હિંસાદિકનું સર્વથા વર્જવું એ સર્વવિરતિ કહેવાય છે અને તે સિદ્ધિરૂપી મહેલ પર ચડવાની નિસરણી છે.
જે કર્મને તપાવે તે તપ કહેવાય છે. તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે તથા પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારનાં અધ્યેતર તપ કહેવાય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનારને વિષે અદ્વિતીય ભક્તિ, તેના કાર્યને કરવું, શુભની જ ચિંતા કરવી અને સંસારની નિંદા કરવી એ ભાવના કહેવાય છે.
ઉપર્યુક્ત ચાર પ્રકારનો ધર્મ અપાર ફળ (મોક્ષફળ)ને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણાથી ભય પામેલા મનુષ્યોએ સાવધાન થઈને તે સાધવા યોગ્ય છે.”
ઉપર પ્રમાણે દેશના સાંભળી ધનશેઠે કહ્યું, “સ્વામિન્! આ ધર્મ ઘણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org