________________
[૩]
ધન સાર્થવાહ
મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રસન્નચંદ્ર નામે રાજા હતો. તે નગરમાં ધન નામે એક સાર્થવાહ રહેતો હતો. કોઈ માને નહિ એટલી લક્ષ્મી હતી. ઉપરાંત તેનામાં ગાંભીર્ય, ઔદાર્ય તથા ધર્મ વગેરે ગુણો હતા. તેની પાસે અન્નના ઢગલાની માફક રત્નોના ઢગલા હતા. ગુણોની ગુણો ભરાય એટલા દિવ્યવસ્ત્રોના ઢગલા હતા. જળજંતુઓથી જેમ સમુદ્ર શોભે તેમ ખચ્ચર, ઘોડા, ઊંટ વગેરે પ્રાણી-વાહનોથી તેનું ભવન શોભતું હતું.
એક વખત તેણે ધંધાર્થે વસંતપુર જવા વિચાર્યું. તેણે પોતાના માણસો પાસે પડહ વગડાવીને એવી ઘોષણા કરાવી કે જેણે વસંતપુર આવવું હોય તે ધન સાર્થવાહની સાથે આવી શકે છે. જેની પાસે વાહન ન હોય તેને તે વાહન આપશે અને દરેક જાતની સહાય આપશે, ઉપરાંત બધી રીતે તેઓનું રક્ષણ કરશે.
સારા મુહૂર્ત રથમાં બેસી તેણે પ્રસ્થાન આરંભ્ય. વસંતપુર જવાની ઇચ્છાવાળા સર્વે લોકો નગર બહાર નીકળ્યા. એ સમયે સાધુચર્યાથી અને ધર્મથી પૃથ્વીને પવિત્ર કરતા આચાર્યશ્રી ધર્મઘોષ સાર્થવાહ પાસે આવ્યા. સાર્થવાહે રથમાંથી ઊતરી તેમને વંદન કરી આગમનનું કારણ પૂછ્યું, એટલે
અમે તમારી સાથે આવીશું” એમ આચાર્ય મહારાજે જણાવ્યું. આ સાંભળી સાર્થવાહે કહ્યું, “હે ભગવન્! આજે હું ધન્ય થયો કે આપ જેવા સાથે લઈ જવા લાયક મારી સાથે આવો છો.” પછી સાર્થવાહે ત્યાં જ પોતાના રસોયાને આજ્ઞા કરી કે “આચાર્યને માટે તમારે હંમેશાં અન્નપાનાદિક તૈયાર કરવું.” આ સાંભળી આચાર્યશ્રીએ કહ્યું, “સાધુઓને પોતાના માટે તૈયાર કરેલ આહાર ખપતો નથી. ઉપરાંત વાવ, કૂવા આદિનું પાણી અગ્નિથી અચેત થયેલું જ ખપે છે એવી જિનેન્દ્ર શાસનમાં આજ્ઞા કરેલી છે. આ વખતે કોઈ પુરુષે આવીને સુંદર વર્ણનાં પાકેલાં આમ્રફળ ભરેલો થાળ સાર્થવાહની પાસે મૂક્યો. ધન સાર્થવાહે ઘણા હર્ષવાળા મનથી આચાર્યને કહ્યું, “આપ આ
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org