________________
[૬૯].
શેઠ મોતીશા
શેઠ મોતીશાના આરંભકાળમાં, મુંબઈમાં ધર્મક્રિયા માટે વૈષ્ણવો અને પારસીઓ પાસે જેટલી સગવડ હતી તેટલી જૈનો પાસે ન હતી. પ્રમાણમાં જૈનોની વસ્તી પણ મુંબઈમાં ઓછી હતી. મોતીશાના ભાઈ નેમચંદે કોટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. પછી કોટ બહાર વસ્તી થવા માંડી એટલે શેઠ નેમચંદ તથા શેઠ મોતીશાએ બીજાઓના સહકારથી શાંતિનાથ ભગવાન, ગોડીજી પાર્શ્વનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથ એમ ત્રણ જિનમંદિરો પાયધુની વિસ્તારમાં બંધાવ્યાં.
શેઠ મોતીશાને શત્રુંજયની યાત્રામાં બહુ શ્રદ્ધા હતી. જ્યારે પોતે મુંબઈથી વહાણમાં ઘોઘા કે મહુવા બંદરે ઊતરે ત્યારે ત્યાંથી ગાડામાં બેસી પાલિતાણા જઈને તેઓ શત્રુંજયની યાત્રા કરવા અવશ્ય જતા. પોતાની ધંધામાં સફળતા એને લીધે જ છે એમ તેઓ શ્રદ્ધાપૂર્વક માનતા. એ દિવસોમાં રેલવે કે મોટરકાર હજુ આવી નહોતી, એટલે શત્રુંજયની યાત્રા કરવાનું ઘણું કપરું હતું. સાધારણ માણસને શત્રુંજયની યાત્રાનું મન થાય તો પણ આર્થિક અગવડને લીધે જઈ નહોતા શક્તા. એટલે શત્રુંજય તીર્થની યાત્રા જેવો લાભ મુંબઈમાં જ મળે તેવા ભાવથી મોતીશા શેઠે પોતાની ભાયખલામાં આવેલી વિશાળ વાડીમાં આદીશ્વર ભગવાનનું દહેરાસર બંધાવ્યું. નાનોસરખો શત્રુંજય જ સમજાય તે માટે તેમણે સૂરજકુંડ, રાયણ પગલાં વગેરેની પણ રચના કરાવી.
ભાયખલાની પોતાની વાડીમાં દહેરાસર કરવા માટે મોતીશા શેઠને દેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે, “આ દેરાસરમાં રાજનગરના (એટલે કે અમદાવાદના) દહેરાસરમાંથી ઋષભદેવ ભગવાનની પ્રતિમાજી મંગાવી તેની પ્રતિષ્ઠા કરાવો.” દેવના આવા સૂચનથી મોતીશા શેઠ આનંદમાં આવી ગયા અને અમદાવાદથી પ્રતિમાજી મુંબઈ કેમ લાવવાં તે વિચારવા લાગ્યા. રેલવે લાઈન હતી નહીં, નર્મદા અને તાપી ઉપર પુલ નહોતા, એટલે ઋષભદેવ ભગવાનની પ્રતિમાજી સહિત ૧૬ પ્રતિમાજીઓ પાલખીમાં પધરાવી
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org