________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪ર
જમીનમાર્ગે ભરૂચ લાવવામાં આવી. આખે રસ્તે રોજ નહાઈ-ધોઈ સ્વચ્છ વસ્ત્ર સાથે પ્રતિમાજીની પૂજા કરી, પૂજાનાં કપડાંમાં શ્રાવકો પાલખી ઊંચકતા. ભરૂચથી પ્રતિમાજી નદી અને દરિયા માર્ગે વહાણમાં લાવવાની હતી. એ માટે મોતીશા શેઠે નવું જ વહાણ તૈયાર કરાવ્યું. દિવસો એવા નક્કી કરવામાં આવ્યા કે જેથી ચોમાસુ નડે નહીં અને અમદાવાદથી હેમાભાઈ, બાલાભાઈ, ત્રિકમભાઈ વગેરે શ્રેષ્ઠીઓ આવી શકે. વહાણમાં ધૂપ, દીપ વગેરેની બરાબર વ્યવસ્થા કરવામાં આવી. ભરૂચથી વહાણ સુરત બંદરે આવ્યું. ત્યાં એક દિવસ રોકાઈ, પવનની અનુકૂળતા થતાં તે મુંબઈ આવ્યું. શેઠ મોતીશાએ ભાવપૂર્વક અને ભારે ઠાઠમાઠથી પ્રતિમાજીનું સામૈયું કર્યું.
આ પ્રસંગે જલયાત્રાનો મોટો વરઘોડો ચઢાવવામાં આવ્યો હતો. સુહાગણ સ્ત્રીઓએ માથે કળકળશ લીધા હતા. શેઠાણી દિવાળીબાઈએ રામણદીવડો લીધો હતો. હાથી, ઘોડા, રથ, ઘોડાગાડીઓ, અષ્ટમંગલ ધૂપ, દીપ, ચામર, છત્ર, ઈન્દ્રધ્વજ, ભેરી, ભૂંગળ, શરણાઈ, નગારાં વગેરે વડે આ વરઘોડો એવો તો શોભતો હતો કે, શ્રી વીરવિજયજી મહારાજ કહે છે તેમ, ટોપીવાળા અંગ્રેજ હકમો પણ તે જોઈને બહુ જ હરખાયા હતા. કારણ કે વરઘોડા માટે ખાસ વિલાયતી વાજિંત્રો પણ લાવવામાં આવ્યાં હતાં. વિલાયતી બેન્ડવાજાં આ પહેલાં મુંબઈમાં કોઈએ જોયાં ન હતાં. લોકોના હરખનો કોઈ પાર ન હતો. વરઘોડો ઊતરતાં શેઠે સારી પ્રભાવના કરી અને રાત્રે ભાવના સાથે રાત્રિ જગો કર્યો. વિક્રમ સંવત ૧૮૮૫ના માગસર સુદ ૬ને દિવસે ભાયખલાના દહેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઠાઠથી ઊજવ્યો.
મુંબઈમાં ભાયખલા વિસ્તારમાં શત્રુંજયની ટૂંક થતાં કાર્તિકી પૂનમ અને ચૈત્રી પૂનમે આ દહેરાસરે જાત્રાએ જવાનો રિવાજ મુંબઈમાં પડી ગયો, જે આજ દિવસ સુધી ચાલુ છે. મુંબઈના કેટલાક જૈનો મુંબઈમાં જ્યાં રહેતા હોય ત્યાંથી પગપાળા ભાયખલા જિનમંદિરની નવ્વાણું જાત્રા કરતા. મોતીશા શેઠ એ વખતે કોટમાં રહેતા હતા. તેમણે દરરોજ બે ઘોડાની બગીમાં બેસી ભાયખલામાં દેવ-દર્શને આવવાનો નિયમ રાખ્યો હતો. જિંદગીનાં પાછળનાં વર્ષોમાં તેઓ ભાયખલાના પોતાના બંધાવેલા બંગલામાં રહેતા હતા. તે બંગલામાં તેમણે પોતાની બેઠક માટે એવી જગ્યા પસંદ કરી હતી કે જ્યાં બેઠાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org