________________
જૈન શાસનના મક તારણ • ૨૪૩
બેઠાં મંદિરનાં શિખરની, શિખર ઉપર બિરાજમાન ધર્મનાથ ભગવાનનાં તથા શિખર ઉપર ફરફરતી ધજાનાં દર્શન થાય.
હજુ પણ કોઈક સારું કામ કરવાનું જીવનમાં બાકી છે એમ શેઠ મોતીશાના મનમાં ઘોળાયા કરતું હતું. એમનો વહાણવટાનો વેપાર હતો. અંગ્રેજ સરકારનું રાજ્ય હતું. એક વખત વહાણવટાના વેપાર બાબતે જકાતના રૂપિયા તેર લાખ ભરવા સરકારે મોતીશા શેઠને નોટિસ મોકલી. શેઠથી આ સહન ન થતાં કોર્ટમાં કેસ દાખલ કર્યો. જો આમાં પોતે જીતી જાય તો તે તેર લાખની રકમ સારા માર્ગે જ ખર્ચવી તેવો તેમણે સંકલ્પ કર્યો. ધર્મશ્રદ્ધાના બળે આ કેસમાં તેઓ વિજયી બન્યા. તેથી આ રકમ ક્યાં વાપરવી તેનો પોતે વિચાર કરતા હતા. આ બાબતે તેમણે પોતાની પત્ની દીવાળીબહેનને પૂછ્યું. દીવાળીબહેન પણ ધર્મભાવનામાં હંમેશાં સહાય કરનારાં હતાં. તેમણે એક ભવ્ય જિનમંદિર પાલિતાણાના મહાન ગિરિરાજ ઉપર નિર્માણ કરવા જણાવ્યું કે જેથી ત્યાં નિત્ય હજારો લોકો ભાવપૂર્વક દર્શન કરે.
મોતીશા શેઠને તો આ શબ્દોએ જાણે ભાવનાનું પૂર આપ્યું. તેમણે કહ્યું, “આ વિચાર તો મને નહોતો આવ્યો; પરંતુ હવે તો હું પાલિતાણાના પર્વતાધિરાજ શત્રુંજય ઉપર અલૌકિક જિનચૈત્ય બંધાવીશ. શત્રુંજયની ભક્તિથી મારો આત્મા મૃત્યુંજય બનશે.” મોતીશા શેઠ પાલિતાણા પહોંચ્યા. શત્રુંજય ડુંગર ચડી ગયા. દહેરાસર ક્યાં બનાવવું તે માટે જગ્યા શોધવા લાગ્યા. નસીબ-સંજોગે અમદાવાદના નગરશેઠ હેમાભાઈનો તેમને ત્યાં ભેટો થઈ ગયો. મોતીશાએ કહ્યું, “મારે અહીં સુંદર મંદિરનું નિર્માણ કરવું છે.”
બહુ સુંદર!” હેમાભાઈએ આનંદ વ્યક્ત કર્યો. “ચાલો! સ્થળ પસંદ કરીએ.”
મોતીશા શેઠે મોટી ટૂંક અને ચૌમુખજીની ટૂંકની વચ્ચેની ખાડી પસંદ કરી! ઊંડી અને ભયંકર ખીણ! શેઠ હેમાભાઈ મનોમન ખચકાયા. પરંતુ મોતીશા શેઠે કહ્યું, “આ ખીણને પૂરીને હું મંદિર બનાવીશ. મને આ ખીણ આપી દો.”
હેમાભાઈ શેઠને કોઈ વાંધો ન હતો. ખીણ મોતીશા શેઠને સોંપાઈ. મોતીશાએ વખત ગુમાવ્યા વગર શિલ્પીને તેડું મોકલ્યું. શિલ્પી રામજી કુશળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org