________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪
--
કસબી અને પાછો નિષ્ણાત જ્યોતિશી! રામજી શિલ્પીએ મુહૂર્ત જોવા માંડ્યું. ઘણું ચિંત્વન કર્યા પછી કહ્યું, “હમણાં મુહૂર્ત નથી આવતું. ધનાર્કના દિવસો ચાલે છે.” શેઠે કહ્યું, “..પરંતુ મારે થોભવું નથી. મારે જેમ બને તેમ જલદી મંદિર બનાવવું છે. કોઈ સંજોગોમાં થોભવું પોષાય તેમ નથી. શીધ્ર કામ શરૂ કરો.”
સલાટ રામજીનું કંઈ ન ચાલ્યું. શેઠને હાથે મુહૂર્ત થયું. રામજીને ભાવિના લેખ વંચાયાઃ “શેઠના હાથે કદાચ પ્રતિષ્ઠા ન પણ થાયી જેવા ભાવિભાવ.
વિક્રમ સંવત ૧૮૮૮નું એ વર્ષ અને માગસરનો એ કૃષ્ણ પક્ષ. ખીણ પુરાઈ ગઈ. ઈટમાટી ન વાપરતાં ખીણમાં નકરા પથરા ભર્યા કે જેથી મંદિરનો પાયો નક્કર ભૂમિ પર મંડાય; અને દહેસાર બનવા માંડ્યું.
શેઠે મંદિરનિર્માણ માટે ૧,૧૦૦ કારીગરો અને ૩,૦૦૦ મજૂરો રોક્યા. તેમણે કુલ્લે ૫,૦૦૦ પ્રતિમાજી ઘડાવી. તે જ દહેરાસરમાં પધરાવી શકાય, તેટલી પધરાવાની અને વધે તે જેને જોઈએ તેને આપવી. શેઠ મોતીશાની ભાવના એટલી ઊંચી હતી કે પથ્થરમાંથી પ્રતિમા ઘડતી વખતે પણ શિલ્પીઓ નાહીધોઈ, પૂજાનાં કપડાં પહેરી, મુખકોશ બાંધીને પ્રતિમા ઘડતા. મુખમાંથી આખો દિવસ દુર્ગધ ન આવે એ માટે દરેકને સવારે કેસર-કસ્તુરીનો મુખવાસ આપવામાં આવતો. વળી, રસોડામાં એવી કાળજીથી રસોઈ બનાવવામાં આવતી કે જે જમવાથી વાછટ પણ ન થાય અને કદાચ થાય તો સ્નાન કરીને જ પાછું ઘડવા બેસાય. વળી, પ્રતિમાજીને ઘડતાં તેને ઊંધી કરવાની કે પગ વચ્ચે દબાવવાની પણ મનાઈ હતી. એ વખતે આ પ્રતિમાજી ઘડવા પાછળ અને મંદિરના બાંધકામ પાછળ શેઠને રૂપિયા નવ લાખ અને સાતસોનો ખર્ચ થયેલો. તે જમાનામાં આખા દિવસની મજૂરી દોઢ આનો (દસ પૈસા) જેટલી હતી. એ વખતે આટલો ખર્ચ તો ખરેખર અધધધ ગણાય!
૪૭ વર્ષની ઉંમરે શેઠે ટૂંક બંધાવવા માંડી. સંવત ૧૮૮૮માં મંદિરબાંધણીનું કામ સતત ચાલતું હતું. શેઠની પ૩ વર્ષની વયે તબિયત લથડી. પોતે પ્રતિષ્ઠાનો દિવસ જોશે કે કેમ તે વિષે શંકા થવા લાગી. તેમણે પોતાના પુત્ર ખીમચંદભાઈને ભલામણ કરતાં કહ્યું, “મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે, પણ ગોડીજી મહારાજનો હુકમ હશે તેમ થશે. મારું શરીર પડી જાય તો શોક કરવો નહીં, શોક પાળવો નહીં, લીધેલ મુહૂર્ત ફેરવવું નહીં અને મારી ખોટ જણાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org