________________
[]
લીવર
પૃથ્વીપુર નગરમાં એક ધીવર નામનો માછીમાર રહેતો હતો. તે માછીમારના કુળમાં જન્મ્યો હતો છતાં દયા, લાગણી તેના હૃદયમાં જીવતી હતી. તેથી તે કદી માછલાં મારવા તૈયાર થતો નહીં. પરંતુ તેના પિતા ગુજરી ગયા પછી કુટુંબીઓએ તેને જાળ પકડાવી, જીવિકાનો ભય બતાવી, પરાણે માછલાં પકડવા મોકલ્યો અને તેના હાથમાં ધારદાર છરી મોટાં માછલાં કાપવા આપી.
દુ:ખાતા હૃદયે તે જળાશયે ગયો ને કેટલાંક માછલાં કાપવા બેઠો. ટેવ ન હોવાથી છરીથી તેની આંગળી કપાઈ ગઈ ને લોહી વહેવા લાગ્યું. અસહ્ય વેદના થતાં તે વિચારવા લાગ્યો કે, “નિર્દય માણસોને ધિક્કાર છે! “તું મરી જા” એમ કહેવા માત્રથી જીવને દુઃખ થાય છે, તો વધ આદિથી તો કેવું દુઃખ થાય?” તે લોહીથી ખરડાયેલા હાથે વિચારે ચડી ગયો કે, આટલી આંગળી કપાતાં આટલું બધું દુઃખ થાય છે તો બીજા જીવોને કાપતાં તેમને કેટલું અસહ્ય દુ:ખ થતું હશે?”
તે વખતે ત્યાંથી કોઈ ગુરુ-શિષ્ય જંગલમાં જતા હતા. શિષ્ય આ ઘીવરને જોઈ ગુરુ મહારાજને પૂછ્યું, “ગુરુજી! આવા પાપી જીવોનો ઉદ્ધાર કોઈ રીતે જણાતો નથી!”
ગુરુશ્રીએ કહ્યું, “ભદ્ર! તીર્થંકર પરમાત્માએ જીવોની વાસ્તવિકતા જોઈ છે. તેથી જ તેઓએ એકાંતે નહીં પણ સર્વાગીણ અપેક્ષાએ જગતને અનેકાંતવાદ (સાપેક્ષવાદ) સમજાવ્યો છે. તેમણે ફરમાવ્યું છે કે અનેક ભવોમાં ઉપાર્જિત કરેલાં દુષ્કર્મોને આ જીવ અધ્યાત્મના બોધ – સદ્ભાવના અને શુભપરિણામથી અલ્પકાળમાં નષ્ટ કરી શકે છે. જીવ જે સમયે જેવા ભાવમાં વર્તતો હોય, તે સમયે તેવાં શુભાશુભ કર્મને મેળવે છે.” આ પ્રમાણે શિષ્યને આત્માની પરિસ્થિતિ સમજાવી અને પછી બોલ્યા, “ “જીવવાહો મહાપાવો અર્થાત્ જીવવધ એ મહાપાપ છે.”
ધીવરે આ સાંભળ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org