________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૯
જિનદાસ શેઠને ત્યાં રાખી રૂપિયા પાંચ હજાર લઈ શાંતનુ ઘેર આવ્યા. બધી વાત શેઠાણીને કરી. અને કહ્યું – “હાર જોઈ શેઠ કશું બોલ્યા નહીં. જાણે કંઈ જાણતા જ નથી. હાર તેમનો છે તે તેઓ બરાબર સમજ્યા હશે છતાં કશું જ કીધા વગર રૂપિયા ધીર્યા છે.”
શાંતનુએ ધંધો શરૂ કર્યો અને થોડા વખતમાં ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો. વ્યાજ સાથે પૈસા ગણી તેઓને જિનદાસને આપવા તેમના ઘરે ગયા અને પૈસા ગણી આપ્યા.
શેઠે તીજોરી ખોલી હાર બહાર કાઢ્યો અને શાંતનુ શેઠને આપવા ધર્યો. શાંતનુ શેઠથી હવે ન રહેવાયું. તેમણે કીધું “શેઠ! હાર મારો નથી આપનો જ છે. તે તમે રાખી લો. મેં મારી લાચાર દશાના કારણે પ્રતિક્રમણ કરતાં આપના ડગલામાંથી ચોરી કરી કાઢી લીધેલો. હું પાપી છું. શેઠ! મને માફ
કરો.”
| જિનદાસ શેઠ વળતો જવાબ આપે છે : “ભાઈ! પાપી તો હું છું. મેં મારા સ્વામીભાઈની મુસીબતોનો ખ્યાલ ન રાખ્યો, એ રીતે હું મારી ફરજ ચૂક્યો છું. ધિક્કાર છે મને! તેં મારી આંખ ઉઘાડી છે એ તારો ઉપકાર છે.” આમ બન્ને જણ પોતે ગુનેગાર છે એમ એકરાર કરે છે. થોડા જ દિવસો પછી પ્રભુ મહાવીર વિહાર કરતા રાજગૃહી પધાર્યા. બન્ને જણ પ્રભુ પાસે આ ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે ગયા. ભગવાને સાધર્મિક ભક્તિનો સાચો પાઠ શીખવાડવા માટે જિનદાસ શેઠને સાબાશી આપી અને શાંતનુ શેઠને નાનું શું પ્રાયશ્ચિત આપ્યું. જિનદાસ શેઠ અને શાંતનુ શેઠ એક બીજાને વહાલથી વળગી પડ્યા.
પ્રાર્થના
વામાનંદન પાર્શ્વપ્રભુજી! ત્રેવીસમા તીર્થકર છો, રોમે રોમે રટણા તમારી, શંખેશ્વર શુભંકર છો. સુમિરનથી સુખ મળતા સહુને, દર્શનથી દુઃખ જાયે દૂર, પૂજા કરીએ પ્રભુ તમારી, પવિત્રતા દેજો ભરપૂર!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org