________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૮
આ બાજુ ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પૂરુ થતાં શેઠે બીજાં કપડાં સાથે કોટ પહેરી લીધો અને હાર કાઢવા ખીસામાં હાથ નાંખ્યો. હાર મળ્યો નહીં શેઠ સમજી ગયા - ચોરી ચોક્કસ થઈ છે. ઉપાશ્રયમાં બહારનું કોઈ આવ્યું નથી. બાજુમાં શાંતનુ બેઠો હતો. તેની સ્થિતિ નબળી થઈ છે. બાપદાદાથી ચાલતી આવતી પેઢી તૂટી ગઈ લાગે છે એનો ખ્યાલ જિનદાસને હવે આવી ગયો. પણ તેમણે બૂમાબૂમ ન કરી. સ્વામીભાઈ તકલીફમાં છે, એને વધુ તકલીફમાં મૂકવો ન જોઈએ એમ સમજી ચૂપચાપ ઘરે આવ્યા.
જિનદાસ શેઠ ઘેર તો આવ્યા, પણ વિચારતા જ રહ્યા : શાંતનુ શેઠને કેમ ચોરી કરવી પડી? તે પોતાના સાધર્મિક હોવા છતાં પોતે તેમનું ધ્યાન કેમ ન રાખ્યું? હું ગામના જૈન સંઘનો સંઘપતિ છું. મારે મારા સાધર્મિક બંધુઓની યોગ્ય દેખભાળ રાખવી જોઈએ એ ન રાખી. મારું એ કર્તવ્ય હું નિભાવી શક્યો નહીં. આવા વિચારે તેમની ઊંઘ હરામ થઈ ગઈ. સવારે ઊઠતાં પણ આ જ વિચારો તેમને સતાવતા રહ્યા.
બીજે દિવસે, હવે આ હાર કોને વેચવો તે બાબતે શાંતનુ શેઠ અને કુંજીદેવી વચ્ચે વાતચીત થઈ. શેઠે કહ્યું, “બજારમાં જઈ વેચી નાખીશ, સારા જેવા પૈસા આવશે.” પણ શેઠાણી કહે, “ના, એવું જોખમ ન લેવાય. ત્યાં પકડાશો તો જેલ ભેગા થશો. આ હાર લઈ જિનદાસ શેઠને ત્યાં જ જાઓ અને હાર ગીરો મૂકવો છે એમ કહી ધન માગો. શેઠ જિનદાસ ધાર્મિક અને સમજદાર છે. એ તમને ચોક્કસ ધન આપશે.” પહેલાં તો શાંતનુનું મન ન માન્યું. એમનો જ હાર એમના ઘરે જઈ એમને આપું તો ચોરી પકડાઈ જ જાય અને શેઠ બેઈજ્જતી જ કરે. આવા વિચારે તેમને તે વાત ન રુચી. પણ શેઠાણીએ જ્યારે આગ્રહપૂર્વક એમ જ કરવા સમજાવ્યું ત્યારે તે કચવાતા મને અને બીતાં બીતાં હાર લઈ જિનદાસ શેઠની પેઢીએ પહોંચ્યા.
જિનદાસ શેઠે શાંતનુને આવકાર્યા અને પૂછ્યું, “શા કારણે પધાર્યા છો?” શાંતનુએ ગભરાતાં ગભરાતાં કહ્યું, “મારે રૂપિયા પાંચ હજારની જરૂર છે. ધંધા માટે તે મને હાલ આપો. તેની સામે આ હાર હું ગીરવી રાખું છું.” શેઠ કહે, “લઈ જાઓ. જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, અને કોઈ ચીજ ગીરવે મૂકવાની પણ જરૂર નથી.” હાના, - નાહા કરતાં કરતાં છેવટે હાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org