________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૧
-
-
કરનાર હોય ત્યાં આપણી સાત દમડીનો શો હિસાબ? અને સાત પૈસા તો કાલે કમાઈ લેશું. પણ દાનની આવી તક કંઈ ફરી ફરીને થોડી મળે છે! સાત પૈસાના બદલામાં કેટલો બધો પુણ્યલાભ થયો છે મારા હૈયે કેટલો બધો આનંદ છલકાય છે તેનો તું જરા હિસાબ માંડ”
“માંડો તમે બધો હિસાબ, મારે નથી માંડવો. આપણે ગરીબ છીએ. એવાં દાન દેવાનો શોખ આપણને ના પરવડે. આપણે પહેલાં પેટનો વિચાર કરવો જોઈએ, પુણ્યનો નહીં.”
જો દેવી! એ સાત પૈસા દાનમાં દીધા ન હોત તો તેનાથી કેટલું સુખ મળત? સાત પૈસા જેટલું ને? હવે મને તું એ કહે કે મારા આત્માને સુખ અને આનંદ મળે તો તું રાજી થાય કે નહીં?”
તમે તો કેવા ગાંડા પ્રશ્ન પૂછો છો?”
તો ગાંડી! જે સાત પૈસાથી આપણી ગરીબી દૂર થવાની ન હતી તે સાત પૈસા દાનમાં આપી દેવાથી મને બેહદ સુખ અને અપૂર્વ આત્માનંદ થયો છે તે જાણીને તારે તો મારા દાનની અને ભાવનાની અનુમોદના કરીને મહા પુણ્યલાભ મેળવવો જોઈએ.” ભીમાએ સભામાં મહામંત્રીએ કેટલા પ્રેમથી તેને આવકાર્યો હતો અને આખી સભાએ તેની ભાવનાનો કેવો જયનાદ કર્યો હતો તે બધું વિગતે કહી સંભળાવ્યું.
“ક્ષમા કરો, નાથ! મારી ભૂલ થઈ ગઈ. તમે સાચે જ મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે.'
પત્નીને પ્રસન્ન થયેલી જોઈ ભીમો અતિ હર્ષ પામ્યો અને પોતાના કામે વળગ્યો. તે દિવસે સાંજે પત્ની ગાય દોહવા ગઈ. ગાય દોહી પાછી આવીને તેણે ભીમાને કહ્યું: “ગાયને બાંધવાનો ખીલો નીકળી ગયો છે. તેને જરા બરાબર ઠોકી દો ને!” તે ભીમો ગમાણમાં ગયો. ત્યાં જઈ તેણે ખીલી ઊંડે સુધી દાટવા જમીન ખોદી ખોદતાં કોદાળી કશાક વાસણ સાથે ભટકાઈ હોવાનું તેને લાગ્યું. તેણે જોયું તો તે ખાડામાં એક સુવર્ણકળશ હતો. બહાર કાઢીને જોયું તો તેમાં સોનામહોરો ભરેલી હતી. કળશ લઈને તે પત્ની પાસે આવ્યો અને બોલ્યો, જોયું! દાદાનો કેવો ચમત્કાર છે? ક્યાં સાત પૈસા અને ક્યાં આ સોનાનો કળશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org