________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૦
મહામંત્રીએ જાહેર કર્યું : “આ ભીમા કુલડિયા આજે પોતાની તમામ સંપત્તિનું દાન કરી રહ્યા છે. તેમની પાસે હતી તે બધી જ મૂડી આજે તેઓ આ પુણ્યકામમાં આપી રહ્યા છે. ધન્ય છે તેમની ઉદારતાને! ધન્ય છે તેમની ભાવનાને...!
સભા જનોએ પણ ભીમાને ધન્યવાદ આપ્યા.
ભીમાએ પોતાની કેડમાં ખોસેલા સાત પૈસા કાઢ્યા અને આનંદથી મહામંત્રીને આપ્યા. એ સાત પૈસા ખખડાવીને મહામંત્રીએ કહ્યું, “સભાજનો! જુઓ, ભીમાજીની આ સંપૂર્ણ મૂડી! તેમની આ કમાણી તેઓ પૂરેપૂરી દાનમાં આપી રહ્યા છે. આપણે બધા દાન કરીએ છીએ. લાખ હોય તો પાંચ-દશ હજારનું પરંતુ આ ભીમાજી તો પોતાની પૂરી મૂડી જ આપી રહ્યા છે. પાસે કંઈ જ રાખ્યા વિના, કાલની કશીય ચિંતા કર્યા વિના દાદાને ચરણે પોતાની મહામૂલી પૂરેપૂરી કમાણી ધરી રહ્યા છે. મારા મતે ભીમાજીનું દાન મારા દાન કરતાં પણ અમુપમ અને અદ્વિતીય છે, સર્વોત્તમ છે.”
ધન્ય ભીમાજી! ધન્ય!” પ્રચંડ હર્ષનાદ કરતી સભા વિખરાઈ. ભીમાજી પોતાના ગામે પાછો ફર્યો. હરખાતાં હરખાતાં તેણે ઘરમાં પ્રવેશ કર્યો.
“ઓહો! આજે કંઈ બહુ ખુશ છો?” ઘરમાં દાખલ થતાં જ ભીમાને પત્નીએ સવાલ કર્યો.
પ્રિયે! મારી ખુશી તને શી રીતે સમજાવું? મારું તો જીવને આજે ધન્ય બની ગયું.”
“એવું તે શું બન્યું? મને કહો તો ખરા.”
ભીમાએ હરખાતા મને બધી વાત કરી. વાત હજી પૂરી થાય તે પહેલાં જ પત્ની બોલી ઊઠી :
બધી કમાણી દાનમાં દઈ આવ્યા? ધન્ય થઈ ગયું તમારું જીવન, કેમ? તમને ઘરનો વિચાર સરખોય ન આવ્યો? શું ખાશો સાંજે? પત્ની ગુસ્સાથી હાંફી રહી હતી. તેના મગજની કમાન છટકી ગઈ હતી. ભીમાનું દાન તેનાથી સહન ન થયું.
“ગુસ્સે ન થા, દેવી! શાંતિથી વિચાર કર! જ્યાં લાખો રૂપિયાનાં દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org