________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૯
આગંતુકના હૈયે પણ દાન કરવાની ભાવના ઊછળી રહી છે. એટલે મહામંત્રીએ એક અનુચર મોકલી તેને પોતાની પાસે બોલાવ્યો. તેણે આવીને પ્રણામ કર્યા.
મંત્રીએ પૂછ્યું: “પુણ્યશાળી! તમારું નામ શું?” “ભીમા કુલડિયા. પાસના ટીમાણા ગામમાં રહું છું.” મંત્રી વધુ પૂછપરછ કરે છે, “શો ધંધો કરો છો?”
“મહામંત્રીજી! પુણ્યહીન છું. અશુભ કર્મનાં બંધનો હજી તૂટ્યાં નથી. મહેનતમજૂરી કરું છું. ઘરે એક ગાય છે તેનું ઘી અત્રે ઘરેઘરે ફરીને વેચું છું. તેમાં જે કંઈ મળે તેનાથી અમારો, પતિ-પત્ની બન્નેનો જીવનનિર્વાહ થાય છે.”
“અહીં શા માટે આવ્યા છો?”
બજારમાં ઘી વેચતાં જાણ્યું કે ગુજરાતના મહામંત્રી વિશાળ સંઘ લઈ અહીં પધાર્યા છે. આથી થયું કે લાવ, આજે ગિરિરાજની યાત્રા કરું. યાત્રા કરીને આવ્યા બાદ જાણ્યું કે આપ ગિરિરાજ ઉપર ભવ્ય જિનમંદિરનું નવનિર્માણ કરાવી રહ્યા છો અને સૌને પુણ્યલાભ મળે એ માટે આપ દાન લઈ રહ્યા છો. આથી મને ભાવના થઈ કે હું પણ કંઈક...”
ભીમો વધુ બોલી ન શક્યો. દાનની રકમ બોલતાં તે અચકાયો. “ભીમજી! દાન દેવામાં શરમાવાની જરૂર નથી. તમારે જેટલું દાન કરવું હોય તેટલું પ્રેમથી કરો.” બાહડે પ્રેમથી કહ્યું.
મંત્રીશ્વર! મારી પાસે અત્યારે માત્ર સાત પૈસાની મૂડી બચી છે. મારી પાસે એક રૂપિયો હતો. તેનાં પુષ્પો ખરીદી ભગવાન આદિનાથને ચડાવ્યાં. હવે મારી પાસે ફક્ત સાત પૈસા વધ્યા છે. આટલી નાની રકમ આપ સ્વીકારી શકો તો મને હું ભાગ્યશાળી સમજીશ.” એમ કહેતાં ભીમાની આંખમાં આંસુ આવી ગયાં.
બાહડની આંખ પણ ભીમાની ભાવનાથી ભીની થઈ. કેવી ઉદાત્ત ભાવના! મંત્રીશ્વર ઊભા થઈ ગયા અને મુનીમજીને કહ્યું :
મુનીમજી! દાતાઓની નામાવલીમાં સૌ પહેલું નામ ભીમા કુલડિયાનું લખો
મહામંત્રીની આ ઘોષણા સાંભળી સભામાં ઘેરો સન્નાટો છવાઈ રહ્યો. સૌ વિચારતા રહ્યા : “આ ભીમાજીએ કેટલું દાન લખાવ્યું હશે કે તેમનું નામ દાનની નામાવલીમાં પહેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org