________________
ન શાસનના ચમકતા સિતારા ૧૫
આ પ્રમાણે હતી – પિતાના મિ દંલા વાંડા મા નહીઅર્થાત્ અમે દાસ, મૃગ, હંસ. ચાંડાલ અને અમર રૂપે હતા. આ રચનાની સાથે રાજાએ ઢંઢેરો પીટી જાહેરાત કરાવી કે જે કોઈ આ ગાથાની પાદપૂર્તિ કરશે તેને રાજા પોતાનું અધું સામ્રાજ્ય સમર્પિત કરી દેશે.
આમાં રાજાની ગણતરી એ હતી કે, જે કોઈ આ ગાથા પૂર્ણ કરશે તે મારો ભવોભવનો ભાઈ જ હશે. તેને પણ મારી માફક પાંચે ભવ યાદ આવશે અને આ ગાથાની યથાર્થ પાદપૂર્તિ કરી શકશે. બસ, પછી તો અમારું મિલન થઈ જશે અને અમો આનંદ આનંદ કરીશું.
ગામમાં, બીજાં શહેરોમાં, જ્યાં ને ત્યાં બધા આ ગાથાનું શ્રવણ કરે છે પણ કોઈથી પાદપૂર્તિ થતી નથી. બ્રહ્મદત્ત ધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. જરૂર મારો સાથી, મારો ભાઈ મને મળશે જ.
હવે બ્રહ્મદત્ત ચાલુ ભવની બાળપણથી અત્યાર સુધીની વાતો વિચારવા લાગ્યા :
કાંપિલ્યપુર નગરના રાજા બ્રહ્મને ચાર પાકા મિત્રો હતા : કાશીદેશનો રાજા કંટક, હસ્તિનાપુરનો સ્વામી કરેણ, કોશલનો અધિપતિ દીર્ધ અને ચંપાનરેશ પુષ્પચૂલ. આ બધા વારંવાર એકબીજાને મળતા અને એકબીજાના રાજ્યમાં વારાફરતી રહેતા. કાળના પ્રતાપે રાજા બ્રહ્મ સખ્ત માંદા પડ્યા. મસ્તકવેદનાએ ભરડો લીધો. ચારે મિત્રો બ્રહ્મ રાજા પાસે આવી પહોંચ્યા. બ્રહ્મ રાજા પોતાના બાળક બ્રહ્મદત્તને તથા પોતાના રાજ્યને સાચવવાનું જણાવી મૃત્યુ પામ્યા. રાજા દઈને રાજ્યને સાચવવાનું જણાવી બીજા ત્રણે પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા.
રાજ્યનો વહીવટ કરતાં દીર્ઘ રાજા બ્રહ્મ રાજાની રાણી ચૂલણીના અતિપરિચયમાં આવ્યા ને પરિચય પ્રણયમાં પરિણમ્યો. બ્રહ્મદત્ત શૈશવકાળ વટાવી ચૂક્યો હતો. તે પોતાની સગી માનાં આ કારસ્તાન જાણી ગયો. માને ગમે તેમ આ ખોટા રસ્તાથી પાછી વાળવી જોઈએ એવા વિચારથી એક દિવસ એક કાગડ અને એક કોકિલાને લઈ તે રાણીવાસમાં ગયો. દીર્ઘ અને તેની માતા ચૂલણી ત્યાં હતાં તે સાંભળે એ રીતે કુમાર જોરથી બોલ્યો - “ઓ કાગડા - તું કોકિલામાં મુગ્ધ થયો છે, પણ આનું પરિણામ સારું નહીં આવે. માટે સમજી જા. એમ કે નહીં માને, તો લે” એમ કહી કટારીથી કાગડાને મારી નાખતાં જોરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org