________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૬
બોલ્યો, “આવી નાદાની જે કોઈ કરશે તેને આ બ્રહ્મદત્ત જીવતો નહીં મૂકે.” આમ કહી બ્રહ્મદત્ત ત્યાંથી જતો રહ્યો. પણ આ સાંભળી દીર્ઘ ગભરાઈને કહેવા લાગ્યો, “તું કોકિલા ને હું કાગડો!સમજણ પડી?” રાણી કહે, “આ તો બાળરમત કહેવાય. તમારી શંકા અસ્થાને છે. આપણા સંબંધની એને શી ખબર પડે?”
થોડા દિવસ પછી દીર્ધ અને રાણી ચૂલણી ઉપવનમાં હતાં ત્યાં ગોઠવણ મુજબ કુમારે આવી હાથણી સાથે પાડાનો સંબંધ કરાવ્યો અને તરત પાડાનું ગળું કાપતાં તે બોલ્યો - “કેમ તને લાજ ન આવી? તને શું, પણ જે કોઈ આવું કરશે તે અવશ્ય મારા હાથે મરશે.”
હવે દીર્ધ રાજાને પાકો વિશ્વાસ થઈ ગયો કે આ અમારા સંબંધને જાણી ગયો છે અને બીજાના બહાને મને શિખામણ આપે છે. એણે તરત રાણીને કહ્યું કે “મને ભય છે ને તે સકારણ છે.” રાણીએ ચિંતિત થઈને કહ્યું - “તમારી વાત સાચી છે, પણ પ્રિયતમ! તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તેને ઠેકાણે પાડું છું. તમે ને હું આનંદમાં હોઈશું તો આપણને ઘણા પુત્રો થશે.” રાજા સહમત થયો અને યોજના ઘડી. થોડા દિવસમાં એમણે ગુપ્ત રીતે લાક્ષાગૃહ (લાખનો મહેલ) બનાવરાવ્યું, જે બહારથી સુંદર પથ્થરનું મકાન લાગે. અને એક સામંતની સુંદર કન્યા સાથે બ્રહ્મદત્તનાં લગ્ન કરાવ્યાં. સુહાગરાત માટે નવદંપતીને તે લાક્ષાગૃહમાં રહેવાની મનગમતી સગવડ કરી આપી. ચાલાક મંત્રીને પહેલેથી જ ગંધ આવી જતાં રક્ષણની ગુપ્ત વ્યવસ્થા કરી જ રાખી હતી. લગ્નની રાતે નવદંપતી નવા મહેલમાં આવ્યાં. મધ્યરાત્રિ થતાં મહેલને આગ ચાંપવામાં આવી. નવદંપતી સાથે મંત્રીપુત્ર વરધેનું મહેલમાં હતો જ. તે સાવધાન હતો. તરત કુમારને લઈ સુરંગ માર્ગે ભાગ્યો. આખો મહેલ ગારાના ઢગલાની જેમ બેસી ગયો. સુરંગના દ્વારે ઊભા રાખેલા ઘોડા ઉપર ત્રણે બેસીને દેશાંતર નીકળી પડ્યાં. - ભાગ્યશાળી બ્રહ્મદરે પૃથ્વી પર ભ્રમણ કરતાં બધે જ વિજય મેળવ્યો ને સાર્વભૌમ થયો. તેને ચક્રરત્ન મળ્યું ને તે ચક્રવર્તી બન્યો. મંત્રી વરધેનુ જે એની સાથે જ હતો તેને સેનાધિપતિપદે સ્થાપન કર્યો. સારો દિવસ જોઈ પછી પોતાના વતન કાંપિલ્યપુરમાં આવ્યો અને ચક્રથી દીર્ઘરાજાનું મસ્તક છેદી નાખ્યું. પિતાના સિંહાસન ઉપર મોટા સમારોહપૂર્વક તે બેઠો ને અનુક્રમે ભરતક્ષેત્રના છયે ખંડને સાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org