________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૨
કેન બોલે! બન્નેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. આખરે થાકી થોડા સૈનિકો દોડી બીતા બીતા રાજાની પાસે પાછા ગયા. થોડા ત્યાં જ રહ્યા તેઓ રાજાનો ક્રોધ સમજતા હતા. કદાચ સૈનિકોને ઘાંચીની ઘાણીમાં નાખી પીલી નાખે તો?
ઘણી ઘણી વિનંતી કરી કહ્યું કે, “તમે તો ધન્ય થઈ ગયા, “પણ અમારું શું?”
પણ બન્ને જણ લેશ માત્ર પણ ક્ષોભ પામ્યા નહીં. કહ્યું છે કે સંતોષરૂપી અમૃતની તૃપ્તિ પામેલા યોગી કશી જ ઈચ્છા રાખતા નથી તેમ જ કશાથી ડરતા નથી; તેમને મન તો માટી કે સોનું તથા શત્રુ કે મિત્ર બધું સરખું જ હોય છે.
સૈનિકોએ રાજાને આ વાત કહી. હવે રાજા પોતે જ દોડ્યા. મનથી નક્કી કર્યું કે કુંવરને પરાણે બાંધીને પણ પરણાવવો અને સિંહ શેઠને શત્રુની જેમ મારી નાંખવો.
માર્ગના જાણકારો સાથે, દોડતા અને હાંફતા રાજા, ડુંગર પર પહોંચ્યા તો તેમના આશ્ચર્યની સીમા ન રહી; કારણ કે સિંહવાઘ જેવાં હિંસક પશુઓ તે બંન્નેની પાસે બેઠાં હતાં, ને તેમના પગમાં માથું મૂકતાં હતાં. “આમને હવે ભક્તિ અને બહુમાનથી સમજાવવા પડશે, ક્રોધ કે કોઈ પણ પ્રકારની બીકથી કામ નહીં સરે એમ સમજી રાજાજીએ તે બન્નેને ઘણી વિનવણી કરીને મીઠાં વચનો કહ્યાં, પણ કોઈ રીતે તે બન્ને ડગ્યા નહીં. રાજા હવે મૌન રહી, જે થાય તે જોયા કરવામાં ડહાપણ સમજી, બાજુમાં પડાવ નાખી ત્યાં જ રહ્યા. આમ કરતાં એક મહિનાના ઉપવાસ અને અણસણને અંતે તે બન્નેને કેવળજ્ઞાન થયું. સુર-અસુરનો સમૂહ તેમને નમવા આવી પહોંચ્યો ને આયુષ્ય પણ ત્યાં જ પૂર્ણ થતાં તેઓ મુક્તિ પામ્યા.
કીર્તિપાલ રાજાને રોવું કે રાજી થવું એ ન સમજાયું. પોતાની અણસમજની નિંદા કરતા કહેવા લાગ્યા:
“અરે ઓ મિત્ર! સો યોજનથી આગળ ન જવું એવો તમારો નિયમ હતોનિશ્ચય હતો તો હવે અમને મૂકીને અસંખ્ય યોજન દૂર મોક્ષમાં શા માટે ગયા!”
આમ અનેક રીતે વિચારતા અને વિલાપ કરતા રાજા પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને ધર્મમાં ઉદ્યમશીલ બન્યા.
પ્રાણ તો ભવે ભવે મળે છે પણ વ્રતનિયમ દરેક ભવે મળતાં નથી. માટે પ્રાણ છોડવા પડે તો છોડવા, પણ સ્વીકારેલ વ્રતનો ત્યાગ ન જ કરવો આવો દઢ સંકલ્પ કરી ભવ્ય જીવોએ સિંહ શ્રેષ્ઠી જેમ વ્રત આચરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org